PF એકાઉન્ટને Aadhaar સાથે લિંક કરવામાં આવી રહી છે સમસ્યા? જાણો આખી પ્રક્રિયા વિગતવાર

|

Jun 17, 2021 | 2:09 PM

દરેક કર્મચારીએ તેના પ્રોવિડન્ટ ફંડ (PF) ખાતાને આધાર નંબર (Aadhar) સાથે લિંક કરવું જરૂરી છે. પરંતુ આધાર નંબર અને પીએફ ખાતામાં આપવામાં આવેલી માહિતીના અલગ પાડવાના (Mismatch)કારણે લિંકિંગ(Linking) ફેઈલ થઈ જાય છે.

PF એકાઉન્ટને Aadhaar સાથે લિંક કરવામાં આવી રહી છે સમસ્યા? જાણો આખી પ્રક્રિયા વિગતવાર
EPFO

Follow us on

દરેક કર્મચારીએ તેના પ્રોવિડન્ટ ફંડ (PF) ખાતાને આધાર નંબર (Aadhar) સાથે લિંક કરવું જરૂરી છે. પરંતુ આધાર નંબર અને પીએફ ખાતામાં આપવામાં આવેલી માહિતીના અલગ પાડવાના (Mismatch)કારણે લિંકિંગ(Linking) ફેઈલ થઈ જાય છે. ઘણા લોકોને આ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સમસ્યાને ધ્યાનમાં રાખીને એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) એ લિંકિંગની અવધિ 1 સપ્ટેમ્બર સુધી લંબાવી છે. આ ઉપરાંત EPFOએ PF ખાતામાં માહિતીને ઓનલાઇન અપડેટ કરવાની સુવિધા ઉપલબ્ધ કરી છે. આ અંતર્ગત નામ, જન્મ તારીખ, મોબાઇલ નંબર ને તમારા આધાર નંબરમાં આપવામાં આવેલી માહિતી સાથે અપડેટ કરી શકાય છે. આ અહેવાલ દ્વારા અમે તમને સંપૂર્ણ પ્રક્રિયા જણાવી રહ્યા છીએ

આ રીતે નામમાં ફેરફાર કરી શકાશે
>> PF એકાઉન્ટ માટે UAN નંબર આવશ્યક છે. તમે સૌ પ્રથમ તમારા UAN નંબર દ્વારા EPFO વેબસાઇટ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર લોગીન કરો.
>> હવે તમારી પ્રોફાઇલવાળી વિન્ડો ખુલશે. મેનેજ વિકલ્પ પર ક્લિક કરો
>> બેઝિક ડીટેલ અને કોન્ટેક્ટ ડીટેલ નો વિકલ્પ નજરે પડશે.
>> બેઝિક ડીટેલના વિકલ્પ પર ક્લિક કરવાથી તમારું નામ, જન્મ તારીખ અને અન્ય માહિતી બતાવવામાં આવશે.
> તમારા નામની જોડણી અને જન્મ તારીખ સહિતની વિગતો આધારમાં આપેલી માહિતી મુજબ ભરો
> કોન્ટેક્ટ ડીટેલમાં મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી અપડેટ કરી શકાશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

એપ્લોયર ની મંજૂરી બાદ માહિતી અપડેટ થશે
તમારા દ્વારા માહિતીને અપડેટ કર્યા પછી તમારા એમ્પ્લોયર એટલે કે જે કંપનીમાં તમે કામ કરો છો તેનો HR વિભાગ તેને મંજૂરી આપશે. આ પછી આ માહિતી EPFOની ફીલ્ડ ઓફિસમાં જશે. અહીં નાના સુધારાઓ એટલે કે જોડણી વગેરેને ઓનલાઇન અપડેટ કરવામાં આવશે. પરંતુ જો આધારમાં આપેલી જન્મ તારીખ અને પીએફ ખાતાની જન્મ તારીખમાં ત્રણ વર્ષ તફાવત હોય અથવા જો પૂરું નામ અથવા અટક બદલાઈ ગઈ હોય તો તમારે સંબંધિત દસ્તાવેજો EPFO ઓફિસમાં જમા કરાવવા પડશે. જો લગ્ન પછી અટક બદલવામાં આવે છે તો લગ્નનું પ્રમાણપત્ર અને ગેઝેટમાં પ્રકાશિત નામ બદલવાની માહિતી આપવી પડશે. એ જ રીતે તમે બેંક એકાઉન્ટ નંબર અને નોમિની જેવી વિગતો અપડેટ કરી શકો છો.

કેમ PF એકાઉન્ટને Aadhaar સાથે લિંક કરવું જરૂરી છે
3 મેના રોજ કેન્દ્ર સરકારે સામાજિક સુરક્ષા હેઠળ PFને ઘોષિત કર્યું છે. આ નિયમ હેઠળ હવે PF સરકારની સામાજિક યોજના છે. દરેક સામાજિક યોજનાને આધાર સાથે જોડવાની આવશ્યકતા છે તો પીએફ ખાતું લિંક ન થાય તો પીએફ કન્ટ્રીબ્યુશન બંધ થઈ જશે. ઉપરાંત તમે પીએફના પૈસા ઉપાડવા માટે દાવો કરી શકશો નહીં. આની અસર ભવિષ્યમાં તમારા પેન્શન પર પણ પડશે.

 

Next Article