PMAY : જો PM આવાસ યોજના અંગે કોઈ સમસ્યા હોય તો અહીં કરો ફરિયાદ , 45 દિવસમાં સમસ્યા હલ થશે, જાણો વિગતવાર

ફરિયાદ પ્રાપ્ત થયાની તારીખથી 45 દિવસના સમયગાળામાં દરેક સ્તરે ફરિયાદોનો નિકાલ કરવાની જોગવાઈ છે. વધુ માહિતી માટે તમે તમારા સ્થાનિક આવાસ સહાયક અથવા વિકાસ અધિકારીનો સંપર્ક કરી શકો છો.

PMAY : જો PM આવાસ યોજના અંગે કોઈ સમસ્યા હોય તો અહીં કરો ફરિયાદ , 45 દિવસમાં સમસ્યા હલ થશે, જાણો વિગતવાર
PM Awas Yojana
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 9:18 AM

સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) નું લક્ષ્ય દેશના તમામ લોકોને રહેવા માટે ઘરો ઉપલબ્ધ કરાવાનું છે. ભારત સરકારે 2022 સુધીમાં બેઘર લોકોને મકાનો આપવાનું આયોજન કર્યું છે. યોજના હેઠળ સરકાર આપે છે બેઘર લોકોને મકાનો અને તે જ સમયે તેમને સબસિડી મળે છે જેઓ લોન પર ઘર અથવા ફ્લેટ ખરીદે છે. જો તમને આ યોજના સંબંધિત કોઈ ફરિયાદ હોય તો તમે સમસ્યાનો હલ મેળવી શકો છો.

પીએમ આવાસ યોજના સંબંધિત ફરિયાદ ક્યાં કરવી? સરકારે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. તમે ગ્રામ પંચાયત, બ્લોક, જિલ્લા અને રાજ્ય કક્ષાએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

45 દિવસમાં સમસ્યા હલ થશે ફરિયાદ પ્રાપ્ત થયાની તારીખથી 45 દિવસના સમયગાળામાં દરેક સ્તરે ફરિયાદોનો નિકાલ કરવાની જોગવાઈ છે. વધુ માહિતી માટે તમે તમારા સ્થાનિક આવાસ સહાયક અથવા વિકાસ અધિકારીનો સંપર્ક કરી શકો છો.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

PMAY માં કેવી રીતે અરજી કરવી તે જાણો PM આવાસ યોજના ગ્રામીણ હેઠળ અરજી કરવા માટે સરકારે મોબાઇલ આધારિત આવાસ એપ બનાવી છે. તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. ડાઉનલોડ કર્યા પછી તમારે મોબાઈલ નંબરની મદદથી તેમાં લોગિન આઈડી બનાવવી પડશે.

1. આ પછી એપ તમારા મોબાઇલ નંબર પર વન ટાઇમ પાસવર્ડ – OTP મોકલશે. 2. OTP ની મદદથી લોગ ઇન કર્યા બાદ જરૂરી માહિતી દાખલ કરો. 3. PMAY હેઠળ મકાન મેળવવા માટે અરજી કર્યા પછી કેન્દ્ર સરકાર લાભાર્થીઓની પસંદગી કરે છે. 4. આ પછી લાભાર્થીઓની અંતિમ યાદી PMAY ની વેબસાઇટ પર મૂકવામાં આવે છે.

યોજનાનો લાભ કોને મળે છે પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) નો લાભ અગાઉ માત્ર ગરીબ વર્ગ માટે જ હતો. પરંતુ હવે શહેરી વિસ્તારોના ગરીબ અને મધ્યમ વર્ગને પણ હોમ લોનની રકમમાં વધારો કરીને તેની હદમાં લાવવામાં આવ્યા છે. શરૂઆતમાં PMAY માં હોમ લોનની રકમ 3 થી 6 લાખ રૂપિયા સુધીની હતી જેના પર વ્યાજ પર સબસિડી આપવામાં આવી હતી હવે તેને વધારીને 18 લાખ રૂપિયા કરવામાં આવી છે.

EWS (લો ઇકોનોમિક ક્લાસ) માટે વાર્ષિક ઘરેલુ આવક રૂપિયા 3 લાખ નક્કી કરવામાં આવી છે. LIG (ઓછી આવક જૂથ) માટે વાર્ષિક આવક 3 લાખથી 6 લાખની વચ્ચે હોવી જોઈએ. હવે 12 અને 18 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકો પણ આનો લાભ લઈ શકે છે.

આ પણ વાંચો : HOME LOAN : ફેસ્ટિવલ સિઝનમાં બેંકોએ હોમ લોનના દર ઘટાડયા અને પ્રોસેસિંગ ફી કરી માફ, જાણો કેટલો થશે લાભ ?

આ પણ વાંચો : Zomato ના Co-Founder ના રાજીનામાં અંગે BSE એ માંગ્યો જવાબ , જાણો શું કહ્યું કંપનીએ

g clip-path="url(#clip0_868_265)">