AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્ટાર્ટ-અપમાં વિશ્વનું નેતૃત્વ કરી રહ્યુ છે ભારત, 70થી વધુ સ્ટાર્ટ-અપ્સની કિંમત 1 અરબ ડોલરથી વધુ: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'માં કહ્યું કે દેશના નાના શહેરોમાં પણ સ્ટાર્ટ-અપ્સની પહોંચ વધી છે. યુનિકોર્ન શબ્દ આજકાલ ખૂબ ચર્ચામાં છે. યુનિકોર્ન એક સ્ટાર્ટ-અપ છે, જેનું મૂલ્યાંકન 1 અરબ ડોલર આશરે 7000 કરોડ રૂપિયા છે.

સ્ટાર્ટ-અપમાં વિશ્વનું નેતૃત્વ કરી રહ્યુ છે ભારત, 70થી વધુ સ્ટાર્ટ-અપ્સની કિંમત 1 અરબ ડોલરથી વધુ: PM મોદી
PM Narendra Modi (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 8:20 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) રવિવારે કહ્યું કે આજનો યુગ સ્ટાર્ટ અપ (start-ups)નો યુગ છે અને ભારત (India) આ ક્ષેત્રમાં વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે, જ્યાં 70થી વધુ સ્ટાર્ટ-અપ્સ એક અરબ ડોલરથી વધુ મૂલ્યાંકનને પાર કરી ગયું છે. એક અરબ ડોલરથી વધારેના મુલ્યાંકનને પાર કરનાર સ્ટાર્ટ-અપ એકમોને ‘યુનિકોર્ન (unicorns)’ કહેવામાં આવે છે.

માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં વડાપ્રધાને કહ્યું હતું કે યુવાનોની મોટી વસ્તી ધરાવતા કોઈપણ દેશમાં ત્રણ બાબતો-વિચાર અને નવીનતા, જોખમ લેવાનો જુસ્સો અને ‘કરી શકવા’ની ભાવના ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે જ્યારે આ ત્રણ વસ્તુઓ એક સાથે આવે છે, ત્યારે અસાધારણ પરિણામો પ્રાપ્ત થાય છે અને ચમત્કાર થતો હોય છે.

વિશ્વમાં સ્ટાર્ટ અપ સેક્ટરમાં ભારત મોખરે છે

પીએમ મોદીએ કહ્યું “આ દિવસો દરમિયાન આપણે આપણી આસપાસ સ્ટાર્ટ-અપ્સ, સ્ટાર્ટ-અપ્સ, સ્ટાર્ટ-અપ્સ સાંભળીએ છીએ. એ વાત સાચી છે કે આ સ્ટાર્ટ-અપ્સનો યુગ છે અને એ પણ સાચું છે કે ભારત એક રીતે સ્ટાર્ટ-અપ્સના ક્ષેત્રમાં વિશ્વમાં અગ્રેસર છે.” તેમણે કહ્યું કે વર્ષ-દર વર્ષે સ્ટાર્ટ-અપ્સમાં વિક્રમી રોકાણ થઈ રહ્યું છે અને આ ક્ષેત્ર ઝડપી ગતિએ વધી રહ્યું છે.

વડાપ્રધાને ‘મન કી બાત’માં કહ્યું “દેશના નાના શહેરોમાં પણ સ્ટાર્ટ-અપ્સની પહોંચ વધી છે. યુનિકોર્ન શબ્દ આજકાલ ખૂબ ચર્ચામાં છે. યુનિકોર્ન એક સ્ટાર્ટ-અપ છે. જેનું મૂલ્ય એક અરબ ડોલર એટલે કે લગભગ 7,000 કરોડ રૂપિયા છે. વર્ષ 2015 સુધી દેશમાં 9થી 10 યુનિકોર્ન હતા, તમને જાણીને ખૂબ જ આનંદ થશે કે ભારત હવે યુનિકોર્નની દુનિયામાં પણ ઘણું ઊંચું છે. એક રિપોર્ટ અનુસાર આ વર્ષે મોટો ફેરફાર થયો છે અને માત્ર 10 મહિનામાં ભારતમાં દર 10 દિવસે એક યુનિકોર્ન બને છે.

ભારતમાં 70થી વધુ યુનિકોર્ન છે

વડાપ્રધાને કહ્યું કે આ એક મોટી વાત છે કારણકે ભારતને યુવાનોએ વૈશ્વિક મહામારી વચ્ચે આ સફળતા હાંસલ કરી છે. તેમણે કહ્યું કે “આજે ભારતમાં 70થી વધુ યુનિકોર્ન છે, એટલે કે 70થી વધુ સ્ટાર્ટ-અપ્સે એક અરબ ડોલરના મૂલ્યાંકનને પાર કરી લીધું છે,”

તેમના કાર્યક્રમમાં વડાપ્રધાને એમ પણ કહ્યું કે ડિસેમ્બર મહિનામાં નેવી ડે અને સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને 16 ડિસેમ્બરે 1971ના યુદ્ધની જીતનું સુવર્ણ જયંતિ વર્ષ હશે. મોદીએ કહ્યું, “આ તમામ પ્રસંગોએ હું આપણા સશસ્ત્ર દળોને, આપણા સૈનિકોને, ખાસ કરીને બહાદુર માતાઓને યાદ કરું છું જેમણે આ યોદ્ધાઓને જન્મ આપ્યો.”

આ પણ વાંચો :  Bank Holidays: ડિસેમ્બર મહિનામાં 12 દિવસ બેન્ક રહેશે બંધ, મુશ્કેલીનો સામનો કરતા પહેલા રજાઓની યાદી જાણી લો

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">