PM Modi ના વિઝને જળ પરિવહનથી લઈ સસ્તા પરિવહનના સપનાને કર્યું સાકાર, વાંચો સરકારના કયા દુરંદેશી પગલાએ રાજ્યના વિકાસને આકાશે પહોચાડ્યો

|

Dec 01, 2022 | 11:50 AM

રો રો ફેરી સર્વિસે ગરીબોના જીવન પર સકારાત્મક અસર કરી છે. રોર રો ફેરી સર્વિસ આજે સૌરાષ્ટ્ર અને સુરત ના લોકો ના સામાજિક અને આર્થિક જીવન પાર ઘણી હકારાત્મક અસરો ધરાવે છે જે માત્ર નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના વિકાસના વિઝનને જ કારણે શક્ય બન્યું છે.

PM Modi ના વિઝને જળ પરિવહનથી લઈ સસ્તા પરિવહનના સપનાને કર્યું સાકાર, વાંચો સરકારના કયા દુરંદેશી પગલાએ રાજ્યના વિકાસને આકાશે પહોચાડ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિકાસ પરત્વેના વિઝનથી વિકાસની હરણફાળ

Follow us on

ભાજપ સરકારે 1900 કરોડના ખર્ચે દેશ ભરમાં 45 રો રો ફેરી પ્રોજેક્ટ શરૂ કરવાનું કામ હાથ પર ધર્યું હતું. વડા પ્રધાન મોદીનું વિઝન ગુજરાત માં કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાનું હતું . આજે રોડ, રેલ તેમજ જળ પરિવહનનું માધ્યમ વિકસિત થઇ રહ્યું છે જેના કારણે કૃષિ, ઉદ્યોગ અને વેપાર ને એક નવો આયામ મળી રહ્યો છે . એક આંકડા મુજબ દેશ ના પરિવહન ના માધ્યમોમાં સૌથી મોટો હિસ્સો 55 ટકા માર્ગ પરિવહનનો છે. રેલવે નો 35 ટકા છે . પરિવહનનું સૌથી સસ્તું માધ્યમ હોવા છતાં જળમાર્ગે પરિવહન ના માત્ર 5 કે 6 ટકા હિસ્સો ધરાવે છે, જયારે અન્ય દેશો આમ જળમાર્ગો અને દરિયાકાંઠા ના પરિવહન નો હિસ્સો 30 ટકા કરતા વધુ છે. ભાજપ સરકારે જળ પરિવહન ને પ્રોત્સાહિત કરવાનો નિણર્ય લીધો છે જેથી ઇંધણ નો વપરાશ અને નાણાં બંને ની બચત થઇ શકે છે .

દેશની અર્થ વ્યવસ્થા પર લોજીસ્ટીકનો બોજ લગભગ 18 ટાકા છે એટલે કે આપણા દેશ માં એક છેડા થી બીજા છેડા સુધી માલસામાન લઇ જવાનો ખર્ચ અન્ય દેશો કરતા વધુ છે અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાનું આ પણ એક મોટું કારણ છે. જળ પરિવહનને પ્રોત્સાહન આપી ને દેશમાં સાધનો , સંસાધનો, સુવિધાઓ અને ક્ષમતાઓ ઉપલબ્ધ છે, જેનો સદુપયોગ કરી ને ભાજપ સરકારે રો રો ફેરી સર્વિસના રૂપ માં દેશ માં ક્રાંતિ લાવી અને તેના પાર સકારાત્મક કામ કર્યું છે.

આજે ઘોઘા અને હઝીરા રોપેક્ષ ફેરી સર્વિસ બે મુખ્ય કેન્દ્રો એટલે કે કૃષિ હબ ને ગુજરાતને દક્ષિણી વેપારી , કાપડ , ડાયમન્ડ હબ સાથે જોડે છે . એટલું જ નહિ ઘોઘા હજીરા રોપેક્ષ ફેરી એ પરિવહનનું અંતર પણ ઘટાડ્યું છે. રો રો ફેરી સર્વિસે ગરીબોના જીવન પર સકારાત્મક અસર કરી છે. રોર રો ફેરી સર્વિસ આજે સૌરાષ્ટ્ર અને સુરત ના લોકો ના સામાજિક અને આર્થિક જીવન પાર ઘણી હકારાત્મક અસરો ધરાવે છે જે માત્ર નરેન્દ્ર મોદીના વિકાસના વિઝનને જ કારણે શક્ય બન્યું છે. ગુજરાતના મૂળ દ્વારકા અને પીપાવાવ વચ્ચે બીજી રોપેક્ષ ફેરી સર્વિસ શરુ કરવાની મંજૂરી આપી જળ પરિવહન ક્ષેત્રે ગુજરાત ના વિકાસ નામામાં એક નવી સિદ્ધિનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ભાજપ સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી આ સેવાથી અંતર તો ઘટી છે સાથે સાથે ઇંધણ અને પર્યાવરણની પણ બચત થઇ રહી છે. આ ફેરી દિવસમાં ત્રણ ટ્રીપ કરી રહી છે જેના દ્વારા સેંકડો મુસાફરો અને વાહનોની અવરજવર થઇ રહી છે. હજીરાથી ઘોઘા વચ્ચે નું અંતર સડક માર્ગે 370 કિલોમીટર છે જયારે હવે જળમાર્ગ થી તે 80 કિમિ છે જેના કારણે રોજના 9 હજાર લીટર ઇંધણની પણ બચત થઇ રહી છે અને દિવસ રાત મુસાફરી કરતા લોકોને મુસાફરી નો સમય 10 કલાક ને બદલે હવે 4 કલાક જ લાગે છે .

રો રો ફેરી એ પરિવહન ના નવા આયામના વિકાસમાં એક મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. રો રો ફેરી સુલભ, સલામત અને પર્યાવરણ ને અનુકૂળ છે જેના દ્વારા ગુજરાત માં વાહનવ્યહવાર ની સાથે પર્યાવરણને પણ ફાયદો થઇ રહ્યો છે, જેના કારણે સમગ્ર પ્રદેશમાં સામાજિક આથી વિકાસનો નવો તબક્કો શરુ થયો છે અને રોજગારી ની નવી તકો ઉપલબ્ધ બની છે.

આજે સામાન્ય જનતાની સાથે રો રો ફેરી સર્વિસનો મોટો લાભ ભાવનગર-અમરેલીથી સુરત વેપાર અર્થે જતા વેપારીઓને મળી રહ્યો છે. આ સેવાથી તેઓ સવારે જય શકે છે અને સાંજે પાછા પણ આવી શકે છે. જ્યાં પેહલા મુસાફરીમાં 24 કલાક લાગતા હતા ત્યાં હવે ઓછો સમય લાગી રહ્યો છે અને તેના પરિણામરૂપે પેટ્રોલની બચત થઇ જ છે સાથે સાથે માર્ગ અકસ્માતની સંખ્યામાં પણ ઘણો ઘટાડો થયો છે.

Published On - 11:50 am, Thu, 1 December 22

Next Article