PIB Fact Check: મોદી સરકાર દર મહિને બેરોજગારોને 3800 રૂપિયા બેરોજગારી ભથ્થું આપે છે, જાણો હકીકત

|

Jan 28, 2021 | 5:30 PM

PIB Fact Check  :સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર બેરોજગારને દર મહિને 3800 રૂપિયા સુધીની બેરોજગારી ભથ્થું(unemployment allowance) આપી રહી છે.

PIB Fact Check: મોદી સરકાર દર મહિને બેરોજગારોને 3800 રૂપિયા બેરોજગારી ભથ્થું આપે છે, જાણો હકીકત

Follow us on

PIB Fact Check  :સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર બેરોજગારને દર મહિને 3800 રૂપિયા સુધીની બેરોજગારી ભથ્થું(unemployment allowance) આપી રહી છે. આપણે જણાવી દઈએ કે આ દાવા સંપૂર્ણપણે બોગસ અને ગેરમાર્ગે દોરનારા છે. આ દાવો PIB Fact Check માં બોગસ હોવાનું માલુમ પડ્યું છે. કેન્દ્ર સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી.

એક મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર બેરોજગારને દર મહિને રૂપિયા 3800 બેરોજગારી ભથ્થું આપી રહી છે.#PIBFactCheck માં બહાર આવ્યું કે કેન્દ્ર સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી.

થોડા દિવસો પહેલા એક વાયરલ વીડિયોમાં આ દાવો કરવામાં આવ્યો હતો કે કેન્દ્ર સરકાર ‘વડા પ્રધાન ક્રેડિટ યોજના’ અંતર્ગત તમામ મહિલાઓના ખાતામાં 3 લાખની રોકડ રકમ આપી રહી છે.આ પહેલા કન્યા સન્માન યોજનાના નામે દર મહિને ખાતામાં 2500 રૂપિયા જમા થવાનો વીડિયો વાયરલ થયો હ્યો હતો. મોદી સરકારની યોજનાઓના નામે અનેક નકલી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હકીકત તપાસમાં આવા અનેક દાવા નકલી સાબિત થઈ રહ્યા છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ભારત સરકારની નીતિઓ, કાર્યક્રમની પહેલ અને સિદ્ધિઓ વિશે અખબારો અને ઇલેક્ટ્રોનિક મીડિયાને માહિતી આપવા માટે PIB એ મુખ્ય એજન્સી છે. PIBએ સૂચન આપ્યું છે કે દેશમાં જ્યારે પણ કોરોના જેવી ખરાબ પરિસ્થિતિઓ સર્જાય છે ત્યારે સોશિયલ મીડિયા પર આવા બનાવટી સમાચાર ફેલાય છે.

ભ્રામક સમાચાર વિશે ફરિયાદ કરી શકાય છે
સરકારને લગતા કોઈ સમાચાર સાચા છે કે નકલી, તે જાણવા PIB Fact Checkની મદદ લઈ શકાય છે. કોઈપણ PIB Fact Check પર સ્ક્રીનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા વ્હોટ્સએપ નંબર 918799711259 પર URL મોકલી શકે છે અથવા તેને pibfactcheck@gmail.com પર મેઇલ કરી શકે છે.

Next Article