હવે ઓનલાઈન રિચાર્જ કરવું થયું મોંઘુ, આ કંપની UPI ટ્રાન્ઝેક્શન પર લેશે પ્રોસેસિંગ ફી

|

Oct 23, 2021 | 7:48 PM

પચાસ રૂપિયાથી ઓછા રિચાર્જ પર કોઈ ચાર્જ નથી, જ્યારે 50 રૂપિયાથી 100 રૂપિયા સુધીના રિચાર્જ પર 1 રૂપિયો અને 100 રૂપિયાથી વધારેના રિચાર્જ પર 2 રૂપિયાનો ચાર્જ લાગુ કરવામાં આવ્યો છે.

હવે ઓનલાઈન રિચાર્જ કરવું થયું મોંઘુ, આ કંપની UPI ટ્રાન્ઝેક્શન પર લેશે પ્રોસેસિંગ ફી
ફી 1 થી 2 રૂપિયાની વચ્ચે હશે

Follow us on

PhonePe processing fees: જો તમે PhonePe દ્વારા મોબાઈલ રિચાર્જ કરો છો, તો વોલમાર્ટ ગ્રુપની ડિજિટલ પેમેન્ટ કંપનીએ પ્રોસેસિંગ ફી લેવાનું શરૂ કર્યું છે. આ ફી દર વખતે મોબાઈલ રિચાર્જ પર આપવાની રહેશે અને તે 1 થી 2 રૂપિયાની વચ્ચે હશે. PhonePe એ જણાવ્યું હતું કે UPI (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) દ્વારા 50 રૂપિયાથી વધુના મૂલ્યના મોબાઇલ રિચાર્જ માટે, પ્રતિ ટ્રાન્ઝેક્શન 1 થી 2 રૂપિયાની પ્રોસેસિંગ ફી લગાવવામાં આવી છે.

ફોનપે એ પહેલી ડીજીટલ પેમેન્ટ એપ્લિકેશન છે, જેણે યુપીઆઈ (UPI) આધારિત ટ્રાન્ઝેક્શન માટે ચાર્જ શરૂ કર્યો છે. આ સેવા તેની પ્રતિસ્પર્ધી કંપનીઓ દ્વારા નિઃશુલ્ક આપવામાં આવી રહી છે. અન્ય કંપનીઓની જેમ, ફોનપે પણ ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતી ચૂકવણી માટે પ્રોસેસિંગ ફી વસૂલ કરે છે.

ફોન પે (Phone Pe) ના પ્રવક્તાએ કહ્યું, રિચાર્જને લઈને અમે દરેક નાના સ્તરે પ્રયોગ કરી રહ્યા છીએ. આ અંતર્ગત કેટલાક યુઝર્સ મોબાઇલ રિચાર્જ માટે ચૂકવણી કરી રહ્યા છે. પચાસ રૂપિયાથી ઓછા રિચાર્જ પર કોઈ ચાર્જ નથી, જ્યારે 50 રૂપિયાથી 100 રૂપિયા સુધીના રિચાર્જ પર 1 રૂપિયો અને 100 રૂપિયાથી વધારેના રિચાર્જ પર 2 રૂપિયાનો ચાર્જ લાગુ કરવામાં આવ્યો છે. પ્રાયોગિક રીતે મોટાભાગના વપરાશકર્તાઓ કંઈ પણ ચૂકવતા નથી અથવા તો 1 રૂપિયાની ચુકવણી કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

સૌથી વધુ માર્કેટ શેર

તૃતીય પક્ષ તરીકે, એપમાં UPI વ્યવહારોની દ્રષ્ટિએ PhonePe ની સૌથી મોટી હિસ્સેદારી છે. કંપનીએ સપ્ટેમ્બરમાં તેના પ્લેટફોર્મ પર 165 કરોડથી વધુ UPI વ્યવહારો નોંધ્યા હતા. એપ સેગમેન્ટમાં તેનો માર્કેટ શેર લગભગ 40 ટકાની આસપાસ હતો.

ઉદ્યોગમાં પહેલેથી જ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે

કંપનીના પ્રવક્તાએ બિલની ચુકવણી પર કોઈ પણ પ્રકારના ચાર્જ અંગે જણાવ્યું હતું કે, અમે ઈન્ડસ્ટ્રી પહેલા નથી. તમામ ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ બિલ પેમેન્ટ માટે ચાર્જ વસૂલ કરી રહ્યા છે. હવે આ પ્રમાણભૂત પ્રથા બની ગઈ છે. જો ક્રેડિટ કાર્ડની મદદથી બિલ ચૂકવવામાં આવે છે, તો અમે તેના માટે પ્રોસેસિંગ ફી લઈએ છીએ. અન્ય પ્લેટફોર્મ પર, આ કન્વેયન્સ ફી તરીકે લેવામાં આવે છે.

 

આ પણ વાંચો :  NCBએ આર્યન ખાનના બેંક ખાતાઓની તપાસ શરૂ કરી, શું અનન્યા પાંડેના લેપટોપ-મોબાઈલની ફોરેન્સિક તપાસ થશે?

Next Article