શું હોમ લોન ચૂકવવા માટે કાઢી શકાય PF ના પૈસા? શું વિડ્રોલ પર લાગશે ટેક્સ? જાણો નિયમો

ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન જરૂર થતો હોય છે કે, શું નોકરી કે પગારમાંથી કપાતા PF (પ્રોવિડન્ટ ફંડ) ના પૈસા હોમ લોન ચૂકવવા માટે વાપરી શકાય? જો તમારા મનમાં પણ PF વિડ્રોલ, ટેક્સના નિયમો અને રિટાયરમેન્ટ પછીના વ્યાજને લઈને આવા સવાલો છે, તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

શું હોમ લોન ચૂકવવા માટે કાઢી શકાય PF ના પૈસા? શું વિડ્રોલ પર લાગશે ટેક્સ? જાણો નિયમો
| Updated on: Nov 13, 2026 | 9:25 PM

પગારમાંથી દર મહિને પીએફ (PF) ના પૈસા તો કપાઈ જાય છે પરંતુ શું હોમ લોનનું અસલ (પ્રિન્સિપલ) ચૂકવવા માટે પ્રોવિડન્ટ ફંડ ઉપાડી શકાય? શું PF ઉપાડવા પર ટેક્સ આપવો પડે? આવા કેટલાક સવાલો મનમાં ફર્યા કરે છે. એવામાં રૂપી વિથ ઋષભ ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીઝના ફાઉન્ડર ઋષભ દેસાઈએ જણાવ્યું કે, તમે તમારા હોમ લોનનું પ્રિન્સિપલ ચૂકવવા માટે તમારું એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) ઉપાડી શકો છો.

વર્તમાન હાઉસિંગ લોન ચૂકવવા માટે તમારે કુલ 10 વર્ષની EPF મેમ્બરશીપ જોઈશે. જો કે, તાજેતરના નિયમો હેઠળ હાઉસિંગ સોસાયટીના મેમ્બર અથવા પહેલીવાર ઘર ખરીદનારાઓ ત્રણ વર્ષની સર્વિસ પછી ઘરના હેતુ માટે પોતાના કોર્પસના 90 ટકા સુધીના નાણાં ઉપાડી શકે છે.

ક્યારે ટેક્સ લાગે છે અને ક્યારે નહીં? સમજો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રોપર્ટી તમારા નામે, તમારા જીવનસાથીના નામે અથવા જોઈન્ટ ઓનરશીપમાં રજિસ્ટર્ડ હોવી જોઈએ. તમારે ટેક્સ આપવો પડશે કે નહીં, તે સતત પાંચ વર્ષની સર્વિસના નિયમ પર આધાર રાખે છે. પાંચ વર્ષથી વધુ સમય થાય ત્યારે ઉપાડવામાં આવેલી રકમ ટેક્સ-ફ્રી હોય છે અને કોઈ TDS લાગુ પડતો નથી. પાંચ વર્ષથી ઓછા સમયમાં ઉપાડેલી રકમને ટેક્સેબલ ઇન્કમ ગણવામાં આવે છે. આ ઉપરાંત, જો વિડ્રોલ અમાઉન્ટ 50,000 રૂપિયાથી વધુ છે તો 10 ટકા TDS કાપવામાં આવશે.

જો તમારા હોમ લોનનો ઇન્ટરેસ્ટ રેટ EPF ઇન્ટરેસ્ટ રેટ કરતા વધારે છે, તો પ્રિન્સિપલ ઓછું કરવા માટે તમારા PFનો ઉપયોગ કરવાથી તમારા પૈસા બચે છે. ધ્યાન રાખો કે, તમે રિટાયરમેન્ટ પૂલમાંથી પૈસા ઉપાડી રહ્યા છો, તેથી તમે દાયકાઓ સુધી ટેક્સ-ફ્રી કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ મેળવવાથી ચૂકી જાઓ છો.

ક્યારે સુધી વ્યાજ મળતું રહેશે?

માનો કે, કોઈ વ્યક્તિ એપ્રિલ 2024 માં 56 વર્ષની ઉંમરે સર્વિસમાંથી રિટાયર થઈ ગયો અને ત્યારબાદ EPF કન્ટ્રિબ્યુશન બંધ થઈ ગયું. બીજું કે, હજી સુધી EPF બેલેન્સ ઉપાડ્યું નથી, કારણ કે આના પર બીજી સેવિંગ્સ સ્કીમ્સની સરખામણીમાં વધારે ઇન્ટરેસ્ટ રેટ મળે છે. એવામાં તે વ્યક્તિ EPF એકાઉન્ટમાં ક્યાં સુધી રાખી શકે છે? શું વ્યાજ મળતું રહે છે?

શેર સમાધાનના કો-ફાઉન્ડર વિકાસ જૈનનું કહેવું છે કે, જ્યારે તમે 58 વર્ષના થઈ જાઓ છો ત્યારે તમારા EPF બેલેન્સ પર વ્યાજ આપોઆપ બંધ થતું નથી. લાગુ EPFO નિયમો હેઠળ, તમારા એકાઉન્ટ પર એપ્રિલ 2024 માં તમારા છેલ્લા કન્ટ્રિબ્યુશનની તારીખથી 36 મહિના (એટલે કે લગભગ એપ્રિલ 2027 સુધી) સુધી વ્યાજ મળતું રહે છે. ત્યારબાદ, અકાઉન્ટ પર વ્યાજ મળવાનું બંધ થઈ જાય છે. જો કે, જમા થયેલું બેલેન્સ તમારું જ રહે છે અને તમે તેને ગમે ત્યારે ક્લેમ કરી શકો છો.

નોકરી છોડ્યા પછી તમારા EPF બેલેન્સ પર મળતું વ્યાજ ટેક્સેબલ હોય છે. પૈસા ઉપાડવાની સરળ પ્રોસેસ માટે તમારે તમારા બેંક અકાઉન્ટની માહિતી સાથે અપડેટેડ KYC ડેટલ્સ રાખવી જોઈએ. ત્રણ વર્ષનો સમય પૂરો થતાં પહેલાં જમા થયેલું બેલેન્સ ઉપાડી લેવું યોગ્ય રહેશે, કારણ કે આ સમય પછી પૈસા રાખવા પર કોઈ એક્સ્ટ્રા રિટર્ન મળશે નહીં.

ભારતમાં સોનાએ આપ્યું 900% રિટર્ન… આખરે 10 હજારનો ભાવ 1 લાખ પર કેવી રીતે પહોંચ્યો?

Published On - 9:23 pm, Fri, 13 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.