એપ્રિલ મહિનામાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં નજીવો વધારો, એલપીજીનો વપરાશ ઘટ્યો

|

May 01, 2022 | 10:01 PM

એપ્રિલ 2022માં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના (petrol and diesel) વેચાણમાં વૃદ્ધિ સાધારણ રહી છે. તે જ સમયે, ઘરેલુ એલપીજીનો વપરાશ ઘટ્યો છે. ઈંધણના ભાવ રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચવાના કારણે માગ પર અસર થઈ છે.

એપ્રિલ મહિનામાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં નજીવો વધારો, એલપીજીનો વપરાશ ઘટ્યો
એપ્રિલ 2022માં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં સામાન્ય વૃદ્ધિ

Follow us on

એપ્રિલ 2022માં ભારતમાં પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Diesel) ના વેચાણમાં વૃદ્ધિ સાધારણ રહી છે. તે જ સમયે, ઘરેલુ એલપીજી ગેસ (LPG Gas) નો વપરાશ ઘટ્યો છે. ઈંધણના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચવાના કારણે માંગ પર અસર થઈ છે. રવિવારના રોજ ઉદ્યોગના પ્રારંભિક ડેટામાંથી આ માહિતી મળી છે. માર્ચ 2022ની સરખામણીએ એપ્રિલ 2022માં પેટ્રોલના વેચાણમાં 2.1 ટકાનો વધારો થયો છે. જ્યારે ડીઝલની માંગ લગભગ સપાટ રહી છે. એલપીજીનો વપરાશ, જેની માગ મહામારી દરમિયાન પણ સતત વધી રહી હતી, તેમાં પણ માસિક ધોરણે એપ્રિલમાં 9.1 ટકાનો ઘટાડો થયો છે.

જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓએ લગભગ સાડા ચાર મહિના સુધી સ્થિર રાખ્યા બાદ 22 માર્ચે પહેલીવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો. જે બાદ 6 એપ્રિલ સુધી 16 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કુલ 10-10 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો.

રાંધણગેસના ભાવ વધારાની અસર જોવા મળી રહી છે

22 માર્ચે ઘરેલુ એલપીજીની કિંમતમાં પણ 50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ દિલ્હીમાં સબસિડીવાળા 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 949.50 રૂપિયા પર પહોંચી ગઈ હતી. આ ભાવ વધારાને કારણે વપરાશ ધીમો પડી ગયો છે.

Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video
IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video

પેટ્રોલિયમ ઉદ્યોગના પ્રારંભિક ડેટા અનુસાર, જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓએ એપ્રિલમાં 2.58 મિલિયન ટન પેટ્રોલનું વેચાણ કર્યું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં લગભગ 20.4 ટકા અને 2019ના સમાન સમયગાળા કરતાં 15.5 ટકા વધુ છે. જો કે, માર્ચ 2022 ની સરખામણીમાં, વપરાશ માત્ર 2.1 ટકા વધુ રહ્યો છે.

દેશમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ઇંધણ ડીઝલનું વેચાણ વાર્ષિક ધોરણે 13.3 ટકા વધીને લગભગ 66.9 મિલિયન ટન થયું છે. આ એપ્રિલ 2019ના વેચાણ કરતાં 2.1 ટકા વધુ છે, પરંતુ આ વર્ષે માર્ચમાં 6.67 મિલિયન ટન વપરાશ કરતાં માત્ર 0.3 ટકા વધુ છે.

માર્ચના પ્રથમ પખવાડિયામાં પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં અનુક્રમે 18 ટકા અને 23.7 ટકાનો વધારો થયો હતો. માર્ચમાં ડીઝલનું વેચાણ છેલ્લા બે વર્ષમાં કોઈપણ મહિનામાં સૌથી વધુ હતું. એપ્રિલમાં એલપીજીનો વપરાશ માસિક ધોરણે 9.1 ટકા ઘટીને 22 લાખ ટન થયો હતો. જે એપ્રિલ 2021 કરતા 5.1 ટકા વધુ છે.

આ પણ વાંચો : Akshaya Tritiya 2022: અક્ષય તૃતીયા પર ભૌતિક સોનું ખરીદવું, કે ગોલ્ડ ETFમાં રોકાણ કરવું? જાણો શેમાં ફાયદો થશે

Next Article