વૈશ્વિક બજારમાં તેલના ભાવમાં અસ્થિરતા છતાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol-Diesel Price Today ) સ્થિર રહ્યા છે. સરકારી ઓઈલ કંપનીઓ (OMCs) એ 19 સપ્ટેમ્બર 2021 ના રોજ સતત 14 મા દિવસે પેટ્રોલ અને ડીઝલના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલે શુક્રવારે પેટ્રોલ અને ડીઝલનો સમાવેશ કરવાના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો હતી.બેઠકમાં કહેવામાં આવ્યું કે હાલ આ બાબતે નિર્ણય કરવા માટે યોગ્ય સમય નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લાંબા સમયથી ઉછાળો જોવા મળ્યો નથી. જોકે, હાલમાં દેશમાં ઇંધણ રેકોર્ડ સ્તરે વેચાઇ રહ્યું છે.
પેટ્રોલ અને ડીઝલના રેટમાં છેલ્લો ફેરફાર 5 સપ્ટેમ્બર, 2021 ના રોજ થયો હતો. આ સમયે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓલટાઇમ હાઇ પર પહોંચી ગયા છે અને આ વર્ષે એપ્રિલથી અત્યાર સુધીમાં 41 વખત રેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.17 રૂપિયા પ્રતિ લીટર છે.
પેટ્રોલ અને ડીઝલની કિંમત કેવી રીતે નક્કી થાય છે?
વેલ્યુ એડેડ ટેક્સ (VAT) અને નૂર ચાર્જ સહીત સ્થાનિક ટેક્સના આધારે પેટ્રોલ અને ડીઝલના દર દરેક રાજ્યમાં બદલાય છે. ઓઇલ કંપનીઓ દૈનિક ધોરણે ઇંધણના દરોની સમીક્ષા કરે છે અને સુધારે છે. ઇંધણના નવા ભાવો દરરોજ સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે.
ક્રૂડ ઓઇલની કિંમત
સૂત્રોએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય તેલના ભાવમાં ઉછાળો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના છૂટક વેચાણ ભાવમાં વધારો કરી શકે છે. લગભગ બે સપ્તાહથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી પરંતુ હવે આંતરરાષ્ટ્રીય દરમાં ઉછાળાને કારણે દબાણ વધી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ અને ડીઝલની વર્તમાન કિંમતો ઓગસ્ટ દરમિયાન સરેરાશ કિંમતો કરતા 4-6 ડોલર પ્રતિ બેરલ વધારે છે. જોકે, ઓઈલ કંપનીઓ તરફથી છૂટક ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
ઈંધણના ભાવ વધી શકે છે
વૈશ્વિક ક્રૂડ ઓઈલના વધતા ભાવ સાથે સ્થાનિક ઈંધણની કિંમતોમાં ઘટાડાની શક્યતા ઓછી લાગે છે. તેનાથી વિપરીત કાચા તેલની કિંમતોમાં વધારાને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની સંભાવના છે કારણ કે આંતરરાષ્ટ્રીય દરોમાં વધારો થવાને કારણે સ્થાનિક તેલ કંપનીઓ ભાવ વધારવાની ફરજ પાડશે.
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.17 રૂપિયા પ્રતિ લીટર છે.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે
City | Petrol | Diesel |
Delhi | 101.19 | 88.62 |
Mumbai | 107.26 | 96.19 |
Chennai | 98.96 | 93.26 |
Kolkata | 101.62 | 91.71 |
દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો
એક SMS થી જાણી શકાય છે પેટ્રોલ-ડીઝલની શું છે કિંમત
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.
આ પણ વાંચો : રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ આ શેરે એક વર્ષમાં આપ્યું 47% રિટર્ન ! જાણો શું છે નિષ્ણાંતોની સલાહ
આ પણ વાંચો : Foreign Reserves: રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો, જાણો RBI ની તિજોરીમાં કેટલું છે ધન?
Published On - 7:30 am, Sun, 19 September 21