Petrol Diesel Price Today : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે. મંગળવારે બ્રેન્ટ ક્રૂડ 0.14 ટકા વધીને 79.09 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. WTI ક્રૂડ 0.11 ટકા વધીને 76.16 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. ક્રૂડ ઓઈલની વધતી કિંમતો વચ્ચે ભારતની ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના આજના દરો જાહેર કર્યા છે.
સરકારી ઓઈલ કંપનીઓ IOC, HPCL અને BPCLએ મંગાવલર માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેલના ભાવ લાંબા સમયથી સ્થિર છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયાને 62 દિવસ થઈ ગયા છે.
મોર્ગન સ્ટેનલીએ અનુમાન આપ્યા છે કે ક્રૂડ ઓઈલમાં વધુ વધારાની અપેક્ષા છે અને વર્ષ 2022માં બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 90 ડોલરના સ્તરને પાર કરશે, મોર્ગન સ્ટેનલીના જણાવ્યા અનુસાર ક્રૂડ ઓઈલની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ માંગ પ્રમાણે ઉત્પાદન વધશે તેવા કોઈ સંકેત નથી તેથી તેલમી કિંમતોમાં વધારો ચાલુ રહેવાની પૂરેપૂરી શક્યતા છે. ગોલ્ડમેને પણ આવો જ અંદાજ જારી કર્યો છે જો કે તેનો અંદાજ આના કરતા પણ ઘણો વધારે હતો. ગોલ્ડમેનના જણાવ્યા અનુસાર વર્ષ 2022માં ક્રૂડ ઓઈલની માંગ નવા રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે જેના કારણે બ્રેન્ટના ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ડોલરને પાર કરી જશે.
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
City | Petrol | Diesel |
Ahmedabad | 95.13 | 89.12 |
Rajkot | 94.89 | 88.89 |
Surat | 94.98 | 88.99 |
Vadodara | 94.78 | 88.76 |
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.
આ પણ વાંચો : વર્ષ 2022માં IPO બજારમાં તેજી યથાવત રહેશે, SEBI ને મળી છે 15 અબજ ડોલરના IPOની દરખાસ્ત
આ પણ વાંચો : 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને સરકાર આપશે 4500 રૂપિયા, જાણો કઈ રીતે મળશે લાભ