Petrol Diesel Price Today : શું સામાન્ય માણસને પેટ્રોલ -ડીઝલની ઊંચી કિંમતોમાંથી રાહત મળશે? વાંચો પેટ્રોલિયમ મંત્રીનો જવાબ

|

Jan 23, 2023 | 7:01 AM

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : શું સામાન્ય માણસને પેટ્રોલ -ડીઝલની ઊંચી કિંમતોમાંથી રાહત મળશે? વાંચો પેટ્રોલિયમ મંત્રીનો જવાબ
The price of crude oil is constantly fluctuating

Follow us on

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં  સતત વધ-ઘટ થઇ રહી છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ક્રૂડ ઓઈલમાં દોઢ ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. આ બાદ હવે પ્રશ્ન ઉઠે કે શું ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ શકે છે? આજે 23 જાન્યુઆરી માટે દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની જાહેર કરેલી કિંમતોમાં આ પ્રશ્નના જબાવમાં રાહત મળી છે. આજે  ઇંધણની કિંમતો અપડેટ કરાઈ છે. આજે 23 જાન્યુઆરીએ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જો કે, પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે હાલના સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની આશા ઓછી છે.

પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, જાહેર ક્ષેત્રની ઓઈલ કંપનીઓની ભૂતકાળની ખોટને જોતા પેટ્રોલના ભાવમાં ટૂંક સમયમાં ઘટાડો થવાની કોઈ અપેક્ષા નથી. ત્રણ જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ  IOC, BPCL અને HPCL  એ છેલ્લા 15 મહિનાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. વૈશ્વિક બજારની કિંમતને અનુરૂપ કિંમતો ન વધારવાને કારણે આ કંપનીઓને ઘણું નુકસાન થયું છે.

જો કે છેલ્લા કેટલાક મહિનામાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાને કારણે કંપનીઓ પર દબાણ ઓછું થયું છે પરંતુ તેમણે અગાઉના નુકસાનની ભરપાઈ કરવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો કર્યો નથી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.35 અને ડીઝલ રૂ. 94.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Next Article