Petrol Diesel Price Today : શું રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ તેલના ભાવ આસમાને પહોંચાડશે? જાણો આજના લેટેસ્ટ રેટ

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : શું રશિયા  અને યુક્રેન વચ્ચેનો તણાવ તેલના ભાવ આસમાને પહોંચાડશે? જાણો આજના લેટેસ્ટ રેટ
Petrol Diesel Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 9:42 AM

Petrol Diesel Price Today : દેશની સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે સોમવાર 21 ફેબ્રુઆરી માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. આજે પણ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ત્રણ મહિના ઉપરાંતથી સ્થિર છે. દેશમાં ઈંધણના ભાવમાં છેલ્લો ફેરફાર 4 નવેમ્બર, 2021ના રોજ થયો હતો. આ સમયગાળા બાદ અત્યાર સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો નથી. રાશિઓય – યૂક્રેન તણાવના અહેવાલો વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતના કારણે આખી દુનિયાની ચિંતા વધી છે.

દેશભરમાં ઈંધણના ભાવ સ્થિર

આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઉતાર – ચઢાવ દેખૈયા રહ્યા છે પરંતુ અત્યારે ભારતમાં તેની અસર વર્તાઈ રહી નથી. એક તરફ ક્રૂડ ઓઈલની કિંમતો મોંઘી થઈ છે તો બીજી તરફ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને અમદાવાદ જેવા દેશના શહેરોમાં પેટ્રોલ-ડીઝલ જુના ભાવે વેચાઈ રહ્યું છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

આ પણ વાંચો : Gold Price Today : રશિયા -યુક્રેન વિવાદ યથાવત રહ્યો તો ટૂંક સમયમાં સોનુ 52000 ને પાર જોવા મળશે

આ પણ વાંચો :  Archean Chemical એ IPO માટે SEBI માં દસ્તાવેજ સબમિટ કર્યા, મરીન કેમિકલ મેન્યુફેક્ચરર કંપનીની યોજનાઓ વિશેજાણો વિગતવાર

g clip-path="url(#clip0_868_265)">