AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Diesel Price Today : દેશમાં પેટ્રોલ – ડીઝલ કેમ સસ્તાં થઈ રહ્યા નથી? વાંચો પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીનો જવાબ

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : દેશમાં પેટ્રોલ - ડીઝલ કેમ સસ્તાં થઈ રહ્યા નથી? વાંચો પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીનો જવાબ
Petrol Diesel Price Today
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2022 | 6:52 AM
Share

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ(Crude Oil)ની કિંમત ફરી એકવાર વધવા લાગી છે. ભાવમાં વધારાની અસર સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતો (Petrol Diesel Price Today)પર જોવા મળી નથી. સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા સોમવારે સવારે જાહેર કરાયેલા પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ દરોમાં દેશના ચારેય મહાનગરોમાં કિંમત સ્થિર છે. આજે પણ સરકારી તેલ કંપનીઓએ દિલ્હી, મુંબઈ જેવા દેશના ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. જો કાચા તેલની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં તેની કિંમતોમાં ઘણો બદલાવ આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત વધીને 92.14 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે જ્યારે WTIનો દર બેરલ દીઠ 86 ડોલર પર પહોંચી ગયો છે.

સરકારનો તર્ક

પેટ્રોલિયમના ભાવમાં ફેરફાર કરવાના પ્રશ્ન પર પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ શુક્રવારે જવાબમાં કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધારા દરમ્યાન કિંમતોમાં વધારો નહીં થવાને કારણે જાહેર ક્ષેત્રની કંપનીઓને નુકસાન થયું છે તેના કારણે હવે આ કંપનીઓ કિંમતો ઘટાડી રહી નથી. “જ્યારે આંતરરાષ્ટ્રીય કિંમતો ઉંચી હતી ત્યારે આપણી (પેટ્રોલ અને ડીઝલ) કિંમતો પહેલાથી જ ઓછી હતી. શું આપણે આટલા બધા નુકસાનની ભરપાઈ કરી લીધી છે?

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.35 અને ડીઝલ રૂ. 94.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

USAમાં ભારતની કઈ ચીજવસ્તુ પર કેટલા ટકા લદાશે ટેરિફ ?
USAમાં ભારતની કઈ ચીજવસ્તુ પર કેટલા ટકા લદાશે ટેરિફ ?
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
g clip-path="url(#clip0_868_265)">