Petrol Diesel Price Today : ગુજરાતના મહાનગરોમાં ક્યાં મળી રહ્યું છે સૌથી સસ્તું ઇંધણ? જાણો અહેવાલ દ્વારા

|

Aug 13, 2022 | 7:16 AM

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : ગુજરાતના મહાનગરોમાં ક્યાં મળી રહ્યું છે સૌથી સસ્તું ઇંધણ? જાણો અહેવાલ દ્વારા
Petrol Pump (File Image )

Follow us on

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ(Crude Oil)ના ભાવમાં સતત વધઘટ ચાલુ છે. ક્રૂડ ઓઈલ હાલમાં 92.55 પ્રતિ બેરલની આસપાસ છે. તેની અસર ભારત પર પણ પડી રહી છે. દેશની સરકારી ઓઈલ કંપનીઓએ શનિવારે સવારે પેટ્રોલ અને ડીઝલના નવા રેટ (Petrol Diesel Price Today)જાહેર કર્યા છે. દેશના મહાનગરોમાં દિલ્હી સિવાય મુંબઈ સહિત ત્રણેય મેટ્રો સીટીમાં હાલમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાની ઉપર છે. સારા સમાચાર એ છે કે તેલની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. દેશના ચાર મહાનગરો સહિત તમામ મોટા શહેરોમાં તેલની કિંમતો સ્થિર રહી છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા અને મુંબઈમાં 106.31 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. ડીલરોનું કહેવું છે કે જો ક્રૂડના ભાવ વધશે તો કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો કરી શકે છે.

દરરોજ સવારે 6 વાગ્યે નવા દરો બહાર પાડવામાં આવે છે

પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ દરરોજ સવારે 6 વાગ્યે જાહેર થાય  છે. નવા દરો આજે સવારે 6 વાગ્યાથી લાગુ થયા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ આટલા ઉંચા જોવા મળી રહ્યા છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.35 અને ડીઝલ રૂ. 94.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Next Article