Petrol-Diesel Price today : શું દેખાવા લાગી ઓપેક દેશોના તેલ ઉત્પાદન વધારવાના નિર્ણયની અસર? આજે પણ પેટ્રોલ – ડીઝલ મોંઘુ ન થયું

|

Jul 20, 2021 | 7:35 AM

ઓપેક + દેશો મળીને દર મહિને દૈનિક ધોરણે 4 લાખ બેરલ ઉત્પાદન વધારશે. તેની શરૂઆત ઓગસ્ટ મહિનાથી જ થઈ રહી છે. સપ્ટેમ્બરમાં વર્તમાનની તુલનામાં ઉત્પાદનમાં દિવસમાં 8 લાખ બેરલનો વધારો થશે.

Petrol-Diesel Price today : શું દેખાવા લાગી ઓપેક  દેશોના તેલ ઉત્પાદન વધારવાના નિર્ણયની અસર? આજે પણ પેટ્રોલ - ડીઝલ મોંઘુ ન થયું
File Image of Petrol Pump

Follow us on

ઓપેક પ્લસ દેશો દ્વારા ટેક ઉત્પાદન વધારવાના નિર્ણયની અસર દેશમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ(Petrol-Diesel Price today) ઉપર દેખાઈ રહી છે.સરકારી તેલ કંપનીઓએ આજે સવારે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. આજે પણ દેશમાં તેલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આ અગાઉ રવિવાર અને સોમવારે પણ કિંમતોમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે શનિવારે દિલ્હીમાં પેટ્રોલ 30 પૈસા પ્રતિ લીટર મોંઘુ કરાયું હતું. હાલના સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સતત વધતા ક્રૂડ ઓઇલના ભાવને કારણે સ્થાનિક બજારમાં તેલની કિંમત વિક્રમી સપાટીએ પહોંચી ગઈ છે.

મે મહિનાથી તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ 42 દિવસમાં 11.52 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થઈ ગયું છે. જુલાઈ મહિનાની વાત કરીએ તો અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં 9 વખત વધારો થયો છે. આસમયગાળામાં ભાવ વધારા સામે માટે 5 વખત ડીઝલ સસ્તું થયું છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે 

City Petrol Diesel
Delhi 101.84 89.87
Mumbai 107.83 97.45
Chennai 102.49 93.63
Kolkata 102.08 93.02

 

દેશના મુખ્ય શહેરહોરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

ટૂંક સમયમાં ભાવ ઘટવાના સંકેત
ઓપેક + દેશો મળીને દર મહિને દૈનિક ધોરણે 4 લાખ બેરલ ઉત્પાદન વધારશે. તેની શરૂઆત ઓગસ્ટ મહિનાથી જ થઈ રહી છે. સપ્ટેમ્બરમાં વર્તમાનની તુલનામાં ઉત્પાદનમાં દિવસમાં 8 લાખ બેરલનો વધારો થશે. આ ગણતરી મુજબ ઓક્ટોબરમાં દરરોજ ઉત્પાદન 1.2 મિલિયન બેરલ, નવેમ્બરમાં દરરોજ 1.6 મિલિયન બેરલ અને ડિસેમ્બરમાં દૈનિક બે મિલિયન બેરલ હશે. UAE અને સાઉદી અરેબિયા વચ્ચેના સહમતી બાદ જ ઉત્પાદનમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ શહેરના લોકો ઇંધણ પાછળ સૌથી વધુ ખર્ચ કરે છે
રાજસ્થાનના ગંગાનગર અને મધ્યપ્રદેશના અનુપુરમાં સૌથી મોંઘુ ઇંધણ મળે છે. ગંગાનગરમાં આજે પેટ્રોલનો ભાવ 113.21 રૂપિયા અને ડીઝલનો ભાવ 103.15 રૂપિયાના દરે છે. બીજી તરફ અનુપપુરમાં આજે પેટ્રોલનો ભાવ 112.78 રૂપિયા છે અને ડીઝલનો ભાવ લિટર રૂ. 101.15 છે.

Next Article