Petrol Diesel Price Today : આજે અમદાવાદમાં 1 લીટર પેટ્રોલની કિંમત 96.42 રૂપિયા, જાણો શું છે તમારા શહેરનો પેટ્રોલ – ડીઝલનો ભાવ

|

Jul 05, 2022 | 6:47 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : આજે અમદાવાદમાં 1 લીટર પેટ્રોલની કિંમત 96.42 રૂપિયા, જાણો શું છે તમારા શહેરનો પેટ્રોલ - ડીઝલનો ભાવ
Petrol Diesel Price

Follow us on

આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol Diesel Price Today)માં કોઈ ફેરફાર થયો નથી. આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 111.35 રૂપિયા અને ડીઝલની કિંમત 97.28 રૂપિયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તે 111 ડોલરના સ્તર પર છે. દરમિયાન મહેસૂલ સચિવ તરુણ બજાજે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ક્રૂડ ઓઈલના ભાવ વર્તમાન સ્તરોથી પ્રતિ બેરલ 40 ડોલર સુધી ઘટશે નહીં ત્યાં સુધી વિન્ડફોલ ટેક્સ પાછો ખેંચવામાં આવશે નહીં.

આનો અર્થ એ થયો કે સરકાર ક્રૂડ ઓઈલની કિંમત ઘટીને 70 ડોલર સુધી આવે તેની રાહ જોશે. ત્યારબાદ તે ટેક્સ પાછો ખેંચી લેવાનું વિચારશે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારા વચ્ચે સરકારે 1 જુલાઈના રોજ પેટ્રોલ, ડીઝલ અને એર ટર્બાઈન ઈંધણની નિકાસ પર 6 રૂપિયા, 13 રૂપિયા અને 6 રૂપિયા પ્રતિ લીટરની એક્સપોર્ટ ડ્યુટીની જાહેરાત કરી હતી.

દર બે અઠવાડિયે સમીક્ષા થશે

સરકાર ઘરેલુ પુરવઠો વધારવા માંગે છે અને તેની સાથે તેની તિજોરીમાં પૈસા પણ આવશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે વિન્ડફોલ ટેક્સની દર બે સપ્તાહે સમીક્ષા કરવામાં આવશે. જણાવી દઈએ કે સરકારે સ્થાનિક ક્રૂડ ઓઇલના ઉત્પાદન પર 23250 રૂપિયા પ્રતિ ટન વધારાના ટેક્સની પણ જાહેરાત કરી છે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

આવકમાં થયેલા નુકસાનની ભરપાઈ થશે

નિષ્ણાંતોનું કહેવું છે કે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડાથી સરકારને રેવન્યુમાં જે નુકસાન થઈ રહ્યું છે તેમાંથી લગભગ 85 ટકા આ પગલાથી વસૂલવામાં આવશે. 21મી મેના રોજ સરકારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં 8 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાથી સરકારને વાર્ષિક એક લાખ કરોડ રૂપિયાની આવક ગુમાવશે.

ચાલુ નાણાકીય વર્ષમાં 52 હજાર કરોડ રૂપિયા મળશે

સરકારને જાહેર ક્ષેત્રની ONGC અને ઓઈલ ઈન્ડિયા લિમિટેડના ક્રૂડ ઓઈલના ઉત્પાદન અને વેદાંતા લિમિટેડના ખાનગી ક્ષેત્રના કેઈર્ન ઓઈલ એન્ડ ગેસ અને સ્થાનિક સ્તરે 29 મિલિયન ટન ક્રૂડનું ઉત્પાદન કરીને વાર્ષિક રૂ. 67,425 કરોડ મળશે. રિપોર્ટ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના બાકીના 9 મહિનામાં સરકારને લગભગ 52 હજાર કરોડ રૂપિયા મળશે.

 

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 111.35 અને ડીઝલ રૂ. 97.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Next Article