Petrol-Diesel Price Today : રાહતના સમાચાર, પેટ્રોલ-ડીઝલ 20 થી 25 ટકા મોંઘા થવાના અંદાજથી વિપરીત સતત 11માં દિવસે કિંમતો સ્થિર

|

Apr 16, 2022 | 7:27 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol-Diesel Price Today : રાહતના સમાચાર, પેટ્રોલ-ડીઝલ 20 થી 25 ટકા મોંઘા થવાના અંદાજથી વિપરીત સતત 11માં દિવસે કિંમતો સ્થિર
Petrol-Diesel Price Today

Follow us on

દેશની મોટી ઓઈલ કંપનીઓએ આજે 16 એપ્રિલ શનિવાર માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ(Petrol-Diesel Price Today) જાહેર કર્યા છે. તમને જણાવી દઈએ કે આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આ સાથે આજે સતત 11મો દિવસ છે જ્યારે ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. છેલ્લી વખત 6 એપ્રિલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. મોંઘવારી સામે ઝઝૂમી રહેલા દેશના સામાન્ય માણસ માટે આ રાહતના સમાચાર છે કારણ કે 22 માર્ચથી જે રીતે તેલના ભાવ વધવા લાગ્યા છે તે જોતા એવું લાગી રહ્યું હતું કે એક મહિનામાં પેટ્રોલ-ડીઝલ 20 થી 25 ટકા મોંઘું થઈ જશે. પરંતુ દેશભરમાં તેલના ભાવ 11 દિવસથી સ્થિર છે.

16 દિવસમાં તેલ 10 રૂપિયા મોંઘુ થયું

તમને જણાવી દઈએ કે 22 માર્ચથી તેલની કિંમતો વધવા લાગી હતી અને છેલ્લી વખત 6 એપ્રિલે તેલની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. રાજધાની દિલ્હીમાં 22 માર્ચથી 6 એપ્રિલ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 10 રૂપિયાનો વધારો થયો છે. 21 માર્ચે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા પ્રતિ લિટર હતી જે 6 એપ્રિલે વધીને 105.41 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ હતી. જોકે 6 એપ્રિલથી અત્યાર સુધી પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા પ્રતિ લિટર પર સ્થિર છે. દિલ્હી સિવાય મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 120.51 રૂપિયા, કોલકાતામાં 115.12 રૂપિયા અને ચેન્નાઈમાં 110.85 રૂપિયા છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 105.41 અને ડીઝલ રૂ. 96.67 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 120.51 અને ડીઝલ રૂ. 104.77 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 110.85 અને ડીઝલ રૂ. 100.94 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 115.12 અને ડીઝલ રૂ. 99.83 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 122.93 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 105.34 રૂપિયા પ્રતિ લીટર છે.\

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 105.08 99.43
Rajkot 104.84 99.21
Surat 104.96 99.33
Vadodara 105.19 99.54

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

આ પણ વાંચો : Rakesh Jhunjhunwalaના પોર્ટફોલિયોના આ 5 શેર બમ્પર કમાણી કરાવી રહ્યા છે, શું છે તમારી પાસે આ સ્ટોક્સ?

આ પણ વાંચો :  43 અબજ ડોલર પૂરતા નથી, ટ્વિટરના રોકાણકારોમાં સામેલ સાઉદી રાજકુમારે ઠુકરાવી એલોન મસ્કની ઓફર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article