Petrol-Diesel Price Today : દોઢ મહિનામાં 7 રૂપિયા મોંઘા થયા પેટ્રોલ – ડીઝલ , જાણો આજે તમારા ખિસ્સા પર મોંઘવારીના બોજની શું પડશે અસર

|

Jun 23, 2021 | 9:00 AM

આમ આદમીને આજે સરકારી ઓઇલ કંપનીઓએ રાહત આપી છે. આજે પેટ્રોલ અને ડીઝલની કિંમત(Petrol-Diesel Price Today)માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Petrol-Diesel Price Today : દોઢ મહિનામાં 7 રૂપિયા મોંઘા થયા પેટ્રોલ - ડીઝલ , જાણો આજે તમારા ખિસ્સા પર મોંઘવારીના બોજની શું પડશે અસર
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

આમ આદમીને આજે સરકારી ઓઇલ કંપનીઓએ રાહત આપી છે. આજે પેટ્રોલ અને ડીઝલની કિંમત(Petrol-Diesel Price Today)માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગઈકાલે 22 જૂને ઓઇલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 28 પૈસા વધારો કર્યો હતો જયારે ડીઝલ પણ 26 પૈસા પ્રતિ લીટર મોંઘુ કર્યું હતું. આ વધારા બાદ રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 97.50 રૂપિયા અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર 88.23 રૂપિયા થઈ ગયો છે.

મે થી અત્યાર સુધીમાં કેટલો ભવ વધારો થયો?
દેશના કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ મે મહિનાથી સતત ઇંધણ મોંઘુ થઇ રહ્યું છે 4 મેથી પેટ્રોલ 7.18 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 7.45 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થઈ ગયું છે. આ ઉપરાંત દેશના ઘણા શહેરોમાં 1 લિટર પેટ્રોલ અને ડીઝલની કિંમત પણ 100 રૂપિયાની બહાર છે.

આ રીતે જાણો તમારા શહેરના ભાવ
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

જાણો તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલ પ્રતિ લીટર કઈ કિંમતે વેચાઈ રહ્યું છે

City Petrol Diesel
Delhi 97.5 88.23
Kolkata 97.38 91.08
Mumbai 103.63 95.72
Chennai 98.65 92.83
Ganganagar 108.2 100.97
Ahmedabad 94.41 95.03
Rajkot 94.17 94.8
Surat 94.37 95
Vadodara 94.13 94.74
(સોર્સ : ગુડ રિટર્ન્સ)
Next Article