સરકારી ઓઈલ કંપનીઓએ આજે એટલે કે 4 ઓગસ્ટના રોજ પેટ્રોલ અને ડીઝલ (Petrol Diesel Price Today)ના નવા ભાવ જાહેર કર્યા છે. આજે પણ તેલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત 70 દિવસથી સ્થિર છે. અગાઉ 21 મેના રોજ કેન્દ્ર સરકારે તેલની કિંમતોમાં ઘટાડો કર્યો હતો. આ મહિને જ મહારાષ્ટ્રમાં તેલની કિંમતોનું ભારણ થોડું ઓછું કરાયું છે. 21 મે પછી દેશના બાકીના ભાગોમાં તેલની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. હાલમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને ભાવ પ્રતિ બેરલ 100 ડોલરના સ્તરથી નીચે આવી ગયા છે. આવી સ્થિતિમાં આગામી સમયમાં તેલની કિંમતોમાં રાહત મળવાની આશા છે.
હાલમાં દેશના ઘણા ભાગોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાની ઉપર છે. જેમાં મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, જયપુર, તિરુવનંતપુરમ, પટના, બેંગ્લોર, ભુવનેશ્વર અને હૈદરાબાદ જેવા શહેરોનો સમાવેશ થાય છે. તે જ સમયે ડીઝલ હાલમાં દેશભરમાં 100 રૂપિયાના સ્તરથી નીચે છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 106.35 રૂપિયા છે.
ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.
City | Petrol | Diesel |
Ahmedabad | 96.42 | 92.17 |
Rajkot | 96.19 | 91.95 |
Surat | 96.31 | 92.07 |
Vadodara | 96.54 | 92.28 |
દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.
Published On - 7:47 am, Thu, 4 August 22