Petrol-Diesel Price Today :ગયા સપ્તાહના ઉછાળા બાદ વિદેશી બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટી રહ્યા છે. સોમવારે વિશ્વની સૌથી મોટી કંપની ગલ્ફ ઓફ મેક્સિકોએ ક્રૂડ ઓઇલનું ઉત્પાદન શરૂ કર્યું છે. આ સમાચાર પછી આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ બજારમાં 3 ટકાથી વધુ ઘટાડો નોંધાયો છે. જોકે સ્થાનિક બજારમાં તેની અસર દેખાતી નથી. પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. દેશની સૌથી મોટી સરકારી ઓઈલ કંપની (OMCs) IOC એ સતત 15 મા દિવસે એટલે કે 20 સપ્ટેમ્બર 2021 ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. જોકે, નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં પેટ્રોલના ભાવમાં ઘટાડો થઈ શકે છે.
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.17 રૂપિયા પ્રતિ લીટર છે.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે
City | Petrol | Diesel |
Delhi | 101.19 | 88.62 |
Mumbai | 107.26 | 96.19 |
Chennai | 98.96 | 93.26 |
Kolkata | 101.62 | 91.71 |
દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો
પેટ્રોલ અને ડીઝલની કિંમત કેવી રીતે નક્કી થાય છે?
વેલ્યુ એડેડ ટેક્સ (VAT) અને નૂર ચાર્જ સહીત સ્થાનિક ટેક્સના આધારે પેટ્રોલ અને ડીઝલના દર દરેક રાજ્યમાં બદલાય છે. ઓઇલ કંપનીઓ દૈનિક ધોરણે ઇંધણના દરોની સમીક્ષા કરે છે અને સુધારે છે. ઇંધણના નવા ભાવો દરરોજ સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે.
એક SMS થી જાણી શકાય છે પેટ્રોલ-ડીઝલની શું છે કિંમત
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.
આ પણ વાંચો : ITR ફાઈલ કરવાની તારીખ લંબાવ્યા પછી આ લોકોએ ચૂકવવું પડશે વ્યાજ , જાણો વિગતવાર
આ પણ વાંચો : Indian Railways : ગુજરાતમાંથી પસાર થતી એક ડઝનથી વધુ ટ્રેનોના સમયમાં કરાયા ફેરફાર, કરો એક નજર નવી યાદી ઉપર