Petrol Diesel Price Today : આજે ઇંધણની કિંમતોમાં કોઈ વધારો નહિ , જાણો તમારા શહેરના પેટ્રોલ – ડીઝલના ભાવ

|

Jul 23, 2021 | 7:03 AM

જો ભારતમાં સૌથી સસ્તા પેટ્રોલની (Lowest Petrol Price in India) વાત કરવામાં આવે તો અંદમાન-નિકોબારની રાજધાની પોર્ટ બ્લેયરમાં ભારતનું સૌથી સસ્તું પેટ્રોલ ઉપલબ્ધ છે. અહીં એક લિટર પેટ્રોલનો ભાવ રૂપિયા 85.28 છે.

Petrol Diesel Price Today : આજે ઇંધણની કિંમતોમાં કોઈ વધારો નહિ , જાણો તમારા  શહેરના પેટ્રોલ - ડીઝલના ભાવ
Petrol Pump File Image

Follow us on

સરકારી તેલ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલ અને ડીઝલની કિંમત(Petrol Diesel Price Today)માં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લા 6 દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર છે.આ અગાઉ ગત સપ્તાહમાં શનિવારે પેટ્રોલ 30 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું હતું. જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ નીચે આવી ગયા છે જેની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે .

 

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
City Petrol Diesel
Delhi 101.84 89.87
Mumbai 107.83 97.45
Chennai 102.49 93.63
Kolkata 102.08 93.02

 

દેશના મુખ્ય શહેરહોરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

 

ક્યાં મળે છે સૌથી સસ્તું પેટ્રોલ?
જો ભારતમાં સૌથી સસ્તા પેટ્રોલની (Lowest Petrol Price in India) વાત કરવામાં આવે તો અંદમાન-નિકોબારની રાજધાની પોર્ટ બ્લેયર(Port Blair, Andaman and Nicobar Islands)માં ભારતનું સૌથી સસ્તું પેટ્રોલ ઉપલબ્ધ છે. અહીં એક લિટર પેટ્રોલનો ભાવ રૂપિયા 85.28 છે.

ક્યાં છે સૌથી મોંઘું પેટ્રોલ?
હવે જો ભારતમાં સૌથી મોંઘા ભાવે મળતા પેટ્રોલની વાત કરવામાં આવે તો રાજસ્થાનના ગંગાનગર (Ganganagar, Rajsthan)માં સૌથી મોંઘા ભાવે પેટ્રોલ વેચાય રહ્યું છે. આજના ભાવની જો વાત કરવામાં આવે તો, પેટ્રોલ 1114.06 રૂપિયા અને ડીઝલ પણ 103.98રૂપિયાના ભાવ પર મળી રહ્યું છે.

મોબાઈલ ઉપર SMS દ્વારા રેટ જાણી શકાય છે
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

દરરોજ સવારે ઇંધણના નવા રેટ જારી થાય છે
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

Published On - 7:03 am, Fri, 23 July 21

Next Article