Petrol-Diesel Price Today : આમ આદમી માટે રાહતના સમાચાર , ઓગસ્ટથી પેટ્રોલ – ડીઝલ સસ્તું થઇ શકે છે, જાણો આજે કઈ કિંમતે વેચાઈ રહ્યું છે ઇંધણ

|

Jul 25, 2021 | 7:39 AM

પેટ્રોલ અને ડીઝલના ભાવ ટૂંક સમયમાં નીચે આવે તેવી સંભાવના છે. ઓપેક ગ્રુપ ની બેઠક બાદ અપેક્ષા કરવામાં આવે છે કે પેટ્રોલ ટૂંક સમયમાં સસ્તું થઈ શકે છે. આ બેઠકમાં સંપૂર્ણ સમજૂતી થઈ છે. જે અંતર્ગત પાંચ ઓપેક અને નોન-ઓપેક દેશો ઓગસ્ટથી ક્રૂડ તેલના ઉત્પાદનમાં વધારો કરશે.

Petrol-Diesel Price Today : આમ આદમી માટે રાહતના સમાચાર , ઓગસ્ટથી પેટ્રોલ - ડીઝલ સસ્તું થઇ શકે છે, જાણો આજે કઈ કિંમતે વેચાઈ રહ્યું છે ઇંધણ
Petrol-diesel prices today

Follow us on

સરકારી તેલ કંપનીઓએ આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol-Diesel Price Today)માં વધારો કર્યો નથી. દેશની રાજધાની સહિત તમામ મહાનગરોમાં તેલના ભાવ સ્થિર છે. જોકે ચિંતાજનક બાબત એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ આ અઠવાડિયામાં વધારા સાથે બંધ થયા છે. ઘરેલુ બજારમાં છેલ્લા 8 દિવસથી તેલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

દિલ્હીમાં 1 લિટર પેટ્રોલની કિંમત 101.84 રૂપિયા અને ડીઝલની કિંમત 89.87 રૂપિયા છે. ગુજરાતમાં અમદાવાદમાં એક લીટર ડીઝલ 96.58 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.41 રૂપિયા પ્રતિ લીટર છે. મે મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ 42 દિવસમાં લગભગ 11.52 રૂપિયા મોંઘુ થયું છે.

19 રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 ને પાર છે
દેશભરના 19 રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર કરી ગઈ છે. આ યાદીમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય મેટ્રો મુંબઇ, હૈદરાબાદ અને બેંગ્લોરમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરના આંકને પાર કરી ચૂક્યું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે 

City Petrol Diesel
Delhi 101.84 89.87
Mumbai 107.83 97.45
Chennai 102.49 93.63
Kolkata 102.08 93.02

 

દેશના મુખ્ય શહેરહોરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

ઓગસ્ટથી સસ્તું થઇ શકે છે ઇંધણ
પેટ્રોલ અને ડીઝલના ભાવ ટૂંક સમયમાં નીચે આવે તેવી સંભાવના છે. ઓપેક ગ્રુપ ની બેઠક બાદ અપેક્ષા કરવામાં આવે છે કે પેટ્રોલ ટૂંક સમયમાં સસ્તું થઈ શકે છે. આ બેઠકમાં સંપૂર્ણ સમજૂતી થઈ છે. જે અંતર્ગત પાંચ ઓપેક અને નોન-ઓપેક દેશો ઓગસ્ટથી ક્રૂડ તેલના ઉત્પાદનમાં વધારો કરશે. આ અહેવાલ બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી.

મોબાઈલ ઉપર SMS દ્વારા રેટ જાણી શકાય છે
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

દરરોજ સવારે ઇંધણના નવા રેટ જારી થાય છે
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

Next Article