આજે 19 એપ્રિલ મંગળવાર માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ (Petrol Diesel Price Today )જાહેર કરવામાં આવ્યા છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. આ સાથે આજે સતત 14 દિવસ થઈ ગયા છે જ્યારે તેલની કિંમતોમાં કોઈ વધારો થયો નથી. જણાવી દઈએ કે છેલ્લી વખત 6 એપ્રિલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ અમદાવાદમાં પેટ્રોલ 105.08, દિલ્હીમાં પેટ્રોલની કિંમત 105 રૂપિયા અને મુંબઈમાં 120 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ હતી. આ સિવાય ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 110 રૂપિયા અને કોલકાતામાં 115 રૂપિયા પ્રતિ લીટરથી વધુ છે.
4 નવેમ્બર 2021 પછી દેશભરમાં 22 માર્ચ 2022 ના રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સીધો ફેરફાર થયો હતો. તેલ કંપનીઓએ 22 માર્ચથી તેલની કિંમતોમાં વધારો કરવાનું શરૂ કર્યું હતું જે 6 એપ્રિલ સુધી ચાલ્યું હતું. આ દરમિયાન માત્ર 16 દિવસમાં પેટ્રોલ અને ડીઝલ 10 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. 21 માર્ચ, 2022 ના રોજ, દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા પ્રતિ લિટર હતી, જે 6 એપ્રિલે વધીને 105.41 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ. જો કે ઓઈલ કંપનીઓએ છેલ્લા 13 દિવસથી ઈંધણના ભાવમાં કોઈ વધારો કર્યો નથી.
તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની ઉંચી કિંમતોએ સામાન્ય માણસને ખૂબ જ હચમચાવી દીધો છે. મોંઘા ઈંધણને કારણે માત્ર વાહન ચલાવવું જ મોંઘું નથી પરંતુ જાહેર પરિવહનમાં મુસાફરી કરવી પણ મોંઘી થઈ ગઈ છે. એટલું જ નહીં, તેલની વધતી કિંમતોને કારણે પરિવહન પણ મોંઘું થયું છે જેના કારણે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી દરેક વસ્તુની કિંમત પણ વધી ગઈ છે.
દેશનો સામાન્ય માણસ આશા રાખી રહ્યો છે કે સરકાર પેટ્રોલ અને ડીઝલની ખરીદી પર વસૂલાતા ટેક્સમાં ઘટાડો કરશે પરંતુ કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ હાલમાં તેલ પરનો ટેક્સ ઘટાડવા માટે સક્ષમ નથી.
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 122.93 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 105.34 રૂપિયા પ્રતિ લીટર છે.
City | Petrol | Diesel |
Ahmedabad | 105.08 | 99.43 |
Rajkot | 104.84 | 99.21 |
Surat | 104.96 | 99.33 |
Vadodara | 105.19 | 99.54 |
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.