Petrol Diesel Price Today : ઇંધણના નવા રેટ જાહેર થયા , જાણો તમારા શહેરમાં 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત શું છે?

|

Jun 21, 2022 | 6:49 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : ઇંધણના નવા રેટ જાહેર થયા , જાણો તમારા શહેરમાં 1 લીટર પેટ્રોલ - ડીઝલની કિંમત શું છે?
Petrol Pump File Image

Follow us on

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલમાં તે 112 ડોલરના સ્તર પર છે. દરમિયાન આજે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ(Petrol Diesel Price Today) જાહેર કરવામાં આવ્યા છે. આજે પણ કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. આજે સતત 31મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. તમને જણાવી દઈએ કે દેશભરમાં તેલની કિંમતોમાં છેલ્લો ફેરફાર 22 મેના રોજ થયો હતો. આજે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 111.35 રૂપિયા અને ડીઝલની કિંમત 97.28 રૂપિયા છે.

યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશનનું યોગ્ય રીતે પાલન થતું નથી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ખાનગી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશનને યોગ્ય રીતે સ્વીકારી રહી નથી. સરકારની સૂચના છતાં ખાનગી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ આનાકાની કરી રહી છે. એક અખબારી અહેવાલ મુજબ રિલાયન્સ અને નાયરા જેવા ખાનગી પેટ્રોલ પંપ રિટેલર્સે તેમના પેટ્રોલ પંપ ઓપરેટરોને પંપ ખોલવા કહ્યું પરંતુ જાણીજોઈને ઓછામાં ઓછું પેટ્રોલ અને ડીઝલ વેચવામાં આવ્યું હતું. પેટ્રોલ પંપના સંચાલકોને પેટ્રોલ પંપ ખાલી હોય તેમ બોર્ડ લગાવવાની મનાઈ ફરમાવવામાં આવી છે પરંતુ ઓછું ઈંધણ વેચવા ભાવ વધારવાની સૂચના આપવામાં આવી છે. ઊંચા ભાવને કારણે ગ્રાહકો પોતે ત્યાં પહોંચશે નહીં.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 111.35 અને ડીઝલ રૂ. 97.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Next Article