Petrol Diesel Price Today : રાજસ્થાનના આ શહેરમાં 1 લીટર પેટ્રોલની કિંમત 113 રૂપિયા, શું છે તમારા શહેરમાં ઇંધણનો ભાવ? જાણો આ રીતે

|

Aug 12, 2022 | 7:50 AM

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : રાજસ્થાનના આ શહેરમાં 1 લીટર પેટ્રોલની કિંમત 113 રૂપિયા, શું છે તમારા શહેરમાં ઇંધણનો ભાવ? જાણો આ રીતે
petrol pump file image

Follow us on

ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે શુક્રવાર 12 જુલાઈ માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ(Petrol Diesel Price Today)  જાહેર કર્યા છે. સતત 2 મહિનાથી વધુ સમયની જેમ આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી અને ભાવ સ્થિર રહ્યા છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા પ્રતિ લીટર તો મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 106.35 રૂપિયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધઘટ ચાલુ છે. તેની અસર ભારત પર પણ પડી રહી છે. દેશની સરકારી ઓઈલ કંપનીઓએ આજે ​​સવારે એટલે કે શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના નવા રેટ  જાહેર કર્યા છે. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 94 ડોલર આસપાસ  છે. દિલ્હી સિવાય મુંબઈ સહિત ત્રણેય મહાનગરોમાં હાલમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાથી ઉપર ચાલી રહી છે.

સારા સમાચાર એ છે કે તેલની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. દેશના ચાર મહાનગરો સહિત તમામ મોટા શહેરોમાં તેલની કિંમતો સ્થિર રહી છે.  ડીલરોનું કહેવું છે કે જો ક્રૂડના ભાવ વધશે તો કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો કરી શકે છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.35 અને ડીઝલ રૂ. 94.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Next Article