Petrol Diesel Price Today : આજે પણ મોંઘુ ન થયું તમારા વાહનનું ઇંધણ, જાણો તમારા શહેરના 1 લીટર પેટ્રોલ – ડીઝલના ભાવ

|

Jun 29, 2022 | 6:25 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : આજે પણ મોંઘુ ન થયું તમારા વાહનનું ઇંધણ, જાણો તમારા શહેરના 1 લીટર પેટ્રોલ – ડીઝલના ભાવ
Petrol Pump File Image

Follow us on

પેટ્રોલ અને ડીઝલની કિંમત 22 મેથી સ્થિર છે. આજે પણ તેની કિંમત (Petrol Diesel Price Today)માં કોઈ ફેરફાર થયો નથી. જો કે પેટ્રોલ અને ડીઝલની કિંમત 6 એપ્રિલથી સ્થિર છે પરંતુ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત બાદ 22 મેના રોજ તેની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. સરકારે પેટ્રોલ પર 8 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 6 રૂપિયાનો ઘટાડો કર્યો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 111.35 રૂપિયા અને ડીઝલની કિંમત 97.28 રૂપિયા છે. એક તરફ પેટ્રોલ અને ડીઝલમાં રાહત છે.

જોકે  આંતરરાષ્ટ્રીય બજારમાં તેના ભાવ ભડકે બળતા જોવા મળી રહ્યા છે. વૈશ્વિક બજારમાં તે 117 ડોલરના સ્તરે વેચાઈ રહ્યો છે. પેટ્રોલિયમ પ્લાનિંગ એનાલિસિસ એન્ડ સેલ (PPAC)ની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર 27 જૂને ભારતીય બાસ્કેટની સરેરાશ કિંમત 112.60 ડોલર પ્રતિ બેરલ છે. અત્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમત પ્રતિ બેરલ 95 ડોલરની કિંમતના આધારે છે.

રશિયા પાસેથી સસ્તા તેલનો લાભ મળી રહ્યો છે

રાહતના સમાચાર એ છે કે ભારત હાલમાં રશિયા પાસેથી મોટા પાયે સસ્તા તેલની આયાત કરી રહ્યું છે. ભારતની રશિયામાંથી ક્રૂડ ઓઈલની આયાત એપ્રિલથી 50 ગણી વધી ગઈ છે અને કુલ આયાતી તેલમાં તેનો હિસ્સો વધીને 10 ટકા થઈ ગયો છે. યુક્રેન-રશિયા યુદ્ધ પહેલા ભારત દ્વારા આયાત કરવામાં આવતા ક્રૂડ ઓઈલમાં રશિયાનો હિસ્સો માત્ર 0.2 ટકા હતો. એપ્રિલમાં ભારતની તેલની આયાતમાં રશિયાનો હિસ્સો 10 ટકા છે. તે હવે ટોચના 10 સપ્લાયર્સમાંથી એક છે. ખાનગી કંપનીઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) અને નાયરા એનર્જીએ 40 ટકા રશિયન તેલ ખરીદ્યું છે. ગયા મહિને રશિયાએ ભારતના બીજા સૌથી મોટા તેલ સપ્લાયર તરીકે સાઉદી અરેબિયાને પાછળ છોડી દીધું હતું. રશિયાએ ભારતને ભારે ડિસ્કાઉન્ટ સાથે ક્રૂડ ઓઈલ ઓફર કર્યું છે. ભારતીય રિફાઇનરી કંપનીઓએ મે મહિનામાં લગભગ 25 મિલિયન બેરલ રશિયન તેલ ખરીદ્યું હતું.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 111.35 અને ડીઝલ રૂ. 97.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Published On - 6:25 am, Wed, 29 June 22

Next Article