Petrol-Diesel Price Today : આવતા મહિનાથી ઇંધણ સસ્તું થઇ શકે છે , જાણો પેટ્રોલ ડીઝલના તમારા શહેરના ભાવ

|

Jul 29, 2021 | 6:54 AM

પેટ્રોલ અને ડીઝલના ભાવ ટૂંક સમયમાં નીચે આવે તેવી સંભાવના છે. ઓપેક ગ્રુપ ની બેઠક બાદ અપેક્ષા કરવામાં આવે છે કે પેટ્રોલ ટૂંક સમયમાં સસ્તું થઈ શકે છે. આ બેઠકમાં સંપૂર્ણ સમજૂતી થઈ છે. જે અંતર્ગત પાંચ ઓપેક અને નોન-ઓપેક દેશો ઓગસ્ટથી ક્રૂડ તેલના ઉત્પાદનમાં વધારો કરશે.

સમાચાર સાંભળો
Petrol-Diesel Price Today : આવતા મહિનાથી ઇંધણ સસ્તું થઇ શકે છે , જાણો પેટ્રોલ ડીઝલના તમારા શહેરના ભાવ
Petrol-diesel prices today

Follow us on

આજે પેટ્રોલ-ડીઝલના ભાવ(Petrol-Diesel Price Today) મામલે સરકારી તેલ કંપનીઓએ દેશવાસીઓને મોટી રાહત આપી છે. આજે સતત 12 માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળી છે. દેશની રાજધાની સહિતના તમામ મહાનગરોમાં તેલના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. પાટનગર દિલ્હીમાં પેટ્રોલના 1 લિટરની કિંમત 101.84 રૂપિયા અને ડીઝલની કિંમત 89.87 રૂપિયા છે. ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 96.58 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.41 રૂપિયા પ્રતિ લીટર છે.

મે અને જૂનમાં સતત મોંઘુ થયું ઇંધણ
મે મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ 42 દિવસમાં લગભગ 11.52 રૂપિયા મોંઘુ થયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ફરી 74 ડોલરને પાર કરી ગયા છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધી ક્રુડ ઓઇલના ભાવમાં 45 ટકાનો વધારો થયો છે.

તેલ ઉત્પાદકોની બેઠક બાદ ભાવ સ્થિર થયા
પેટ્રોલ અને ડીઝલના ભાવ ટૂંક સમયમાં નીચે આવે તેવી સંભાવના છે. ઓપેક ગ્રુપ ની બેઠક બાદ અપેક્ષા કરવામાં આવે છે કે પેટ્રોલ ટૂંક સમયમાં સસ્તું થઈ શકે છે. આ બેઠકમાં સંપૂર્ણ સમજૂતી થઈ છે. જે અંતર્ગત પાંચ ઓપેક અને નોન-ઓપેક દેશો ઓગસ્ટથી ક્રૂડ તેલના ઉત્પાદનમાં વધારો કરશે. આ અહેવાલ બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી.

ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો

 

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે 

City Petrol Diesel
Delhi 101.84 89.87
Mumbai 107.83 97.45
Chennai 102.49 93.63
Kolkata 102.08 93.02

 

દેશના મુખ્ય શહેરહોરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

મોબાઈલ ઉપર SMS દ્વારા રેટ જાણી શકાય છે
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

દરરોજ સવારે ઇંધણના નવા રેટ જારી થાય છે
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

Next Article