Petrol-Diesel Price today : સતત ચોથા દિવસે ઇંધણ ભાવમાં કોઈ ફેરફાર નહિ, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ

|

Jul 21, 2021 | 7:26 AM

પેટ્રોલ અને ડીઝલના ભાવ ટૂંક સમયમાં નીચે આવે તેવી સંભાવના છે. રવિવારે ઓપેક જૂથ સાથેની બેઠક બાદ અપેક્ષા કરવામાં આવે છે કે પેટ્રોલ ટૂંક સમયમાં સસ્તું થઈ શકે છે.

Petrol-Diesel Price today : સતત ચોથા  દિવસે ઇંધણ ભાવમાં કોઈ ફેરફાર નહિ, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ
File Image of Petrol Pump

Follow us on

આજે સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel Price today) ના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આ અગાઉ રવિવાર અને સોમવારે પણ કિંમતોમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. શનિવારે તેલ કંપનીઓએ પેટ્રોલ 30 પૈસા પ્રતિ લીટર મોંઘુ કર્યું હતું. જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ નીચે આવી રહ્યા છે જેનાથી ટૂંક સમયમાં કિંમતોમાં ઘટાડો થવાની સંભાવના છે. મે મહિનાથી તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ 42 દિવસમાં 11.52 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થઈ ગયું છે. જુલાઈ મહિનાની વાત કરીએ તો અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં 9 વખત વધારો થયો છે.

પેટ્રોલ ટૂંક સમયમાં સસ્તું થઈ શકે છે
પેટ્રોલ અને ડીઝલના ભાવ ટૂંક સમયમાં નીચે આવે તેવી સંભાવના છે. રવિવારે ઓપેક જૂથ સાથેની બેઠક બાદ અપેક્ષા કરવામાં આવે છે કે પેટ્રોલ ટૂંક સમયમાં સસ્તું થઈ શકે છે. આપને જણાવી દઈએ કે આ બેઠકમાં સંપૂર્ણ સમજૂતી થઈ છે જે અંતર્ગત પાંચ ઓપેક અને નોન-ઓપેક દેશો ઓગસ્ટથી ક્રૂડ તેલના ઉત્પાદનમાં વધારો કરશે. આ ખબર બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે.

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે 

City Petrol Diesel
Delhi 101.84 89.87
Mumbai 107.83 97.45
Chennai 102.49 93.63
Kolkata 102.08 93.02

 

દેશના મુખ્ય શહેરહોરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

દરરોજ 4 લાખ બેરલનું  ઉત્પાદન વધારશે
મીટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ઓપેક + દેશો મળીને દર મહિને દૈનિક ધોરણે 4 લાખ બેરલ ઉત્પાદન વધારશે. તેની શરૂઆત ઓગસ્ટ મહિનાથી જ થઈ રહી છે. સપ્ટેમ્બરમાં વર્તમાનની તુલનામાં ઉત્પાદનમાં દિવસમાં 8 લાખ બેરલનો વધારો થશે. આ ગણતરી મુજબ ઓક્ટોબરમાં દરરોજ ઉત્પાદન 1.2 મિલિયન બેરલ, નવેમ્બરમાં દરરોજ 1.6 મિલિયન બેરલ અને ડિસેમ્બરમાં દૈનિક બે મિલિયન બેરલ હશે. UAE અને સાઉદી અરેબિયા વચ્ચેના સહમતી બાદ જ ઉત્પાદનમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મોબાઈલ ઉપર SMS દ્વારા રેટ જાણી શકાય છે
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

દરરોજ સવારે ઇંધણના નવા રેટ જારી થાય છે
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

Published On - 7:23 am, Wed, 21 July 21

Next Article