આજે સરકારી તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel Price Today)ના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ઇંધણના ભાવ સ્થિર થતા સામાન્ય માણસને થોડી રાહત મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારાને કારણે તેની કિંમતો અત્યાર સુધીના રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચી ગઈ છે. ઘણા શહેરોમાં પેટ્રોલ 110 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગયું છે. ગુડ રિટર્ન્સ વેબસાઇટ અનુસાર દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.84 રૂપિયા પ્રતિ લીટર છે અને ડીઝલ માટે તમારે 89.87 રૂપિયા પ્રતિ લિટર ખર્ચ કરવો પડશે.ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 96.58 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.41 રૂપિયા પ્રતિ લીટર છે.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે
City | Petrol | Diesel |
Delhi | 101.84 | 89.87 |
Mumbai | 107.83 | 97.45 |
Chennai | 102.49 | 93.63 |
Kolkata | 102.08 | 93.02 |
દેશના મુખ્ય શહેરહોરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો
મોબાઈલ ઉપર SMS દ્વારા રેટ જાણી શકાય છે
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.
દરરોજ સવારે ઇંધણના નવા રેટ જારી થાય છે
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.
Published On - 7:22 am, Thu, 5 August 21