Petrol Diesel Price Today : નહિ મળે Excise Duty માં ઘટાડાથી મોંઘા ઇંધણની ઝંઝટમાંથી રાહત, જાણો આજના લેટેસ્ટ રેટ

|

Apr 15, 2022 | 7:27 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : નહિ મળે Excise Duty માં ઘટાડાથી મોંઘા ઇંધણની ઝંઝટમાંથી રાહત, જાણો આજના લેટેસ્ટ રેટ
Petrol diesel prices today

Follow us on

આજે સતત દસમો દિવસ છે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol Diesel Price Today) માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 6 એપ્રિલથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. કેટલાક સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે સરકાર પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરી શકે છે. જો કે, કેટલાક મીડિયા અહેવાલો અનુસાર હાલમાં ટેક્સ મોરચે કોઈ રાહત મળશે નહીં. મળતી માહિતી મુજબ નાણા મંત્રાલયે એક્સાઈઝ ડ્યુટી(Excise duty on petrol)માં ઘટાડા અંગે ઓઈલ મંત્રાલયના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે 22 માર્ચથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઉછાળો આવ્યો હતો. તે પછી 6 એપ્રિલ સુધી તે 10 રૂપિયા પ્રતિ લીટર મોંઘો થયો ત્યારબાદ કિંમત સ્થિર રહી છે.

રાહત આપવા માટે રાજ્યોએ તેલની કિંમતોમાં વેટ ઘટાડવો જોઈએ: પેટ્રોલિયમ મંત્રી

પેટ્રોલિયમ મંત્રીએ ગુરુવારે કહ્યું કે લોકોને રાહત આપવા માટે રાજ્યોએ તેલની કિંમતોમાં વેટ ઘટાડવો જોઈએ. પેટ્રોલિયમ મંત્રી છત્તીસગઢમાં હતા અને તેમણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આ વાત કહી હતી. હાલમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ તેમના ઉચ્ચ સ્તર પર છે. છેલ્લા કેટલાક દિવસોમાં કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. જોકે, ક્રૂડ ઓઇલ ફરી એક વખત પ્રતિ બેરલ 105 ડોલરના સ્તરને વટાવી જતાં ઓઇલ કંપનીઓ દબાણ હેઠળ છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 105.41 અને ડીઝલ રૂ. 96.67 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 120.51 અને ડીઝલ રૂ. 104.77 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 110.85 અને ડીઝલ રૂ. 100.94 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 115.12 અને ડીઝલ રૂ. 99.83 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 122.93 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 105.34 રૂપિયા પ્રતિ લીટર છે.\

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 105.08 99.43
Rajkot 104.84 99.21
Surat 104.96 99.33
Vadodara 105.19 99.54

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

આ પણ વાંચો : Prasol Chemicals IPO : સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપની કમાણીની તક લાવશે, જાણો શું છે કંપનીની યોજના

 

આ પણ વાંચો : એલોન મસ્ક ખરીદવા માંગે છે Twitter, 41.39 બિલિયન ડોલર કર્યા ઓફર, કહ્યું પ્લેટફોર્મ અસાધારણ ક્ષમતા ધરાવે છે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article