Petrol Diesel Price Today : ક્રૂડની કિંમત 100 ડોલર નીચે સ્થિર, પેટ્રોલ – ડીઝલની કિંમતમાં ઘટાડાનો લાભ મળ્યો કે નહિ? જાણો અહેવાલ દ્વારા

|

Aug 08, 2022 | 7:35 AM

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : ક્રૂડની કિંમત 100 ડોલર નીચે સ્થિર, પેટ્રોલ - ડીઝલની કિંમતમાં ઘટાડાનો લાભ મળ્યો કે નહિ? જાણો અહેવાલ દ્વારા
Petrol Pump - File Image

Follow us on

વૈશ્વિક બજારમાં કાચા તેલ(Crude Oil)ની કિંમત લગભગ એક સપ્તાહથી 100 ડોલરની નીચે ચાલી રહી છે. દરમિયાન આજે સોમવારે સવારે સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ (Petrol Diesel Price Today) જાહેર કર્યા હતા. આજે દેશમાં સૌથી સસ્તું પેટ્રોલ પોર્ટ બ્લેરમાં રૂ.84.10 પ્રતિ લીટરમાં મળી રહ્યું છે. આજે સવારે તેલ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા દર મુજબ મુંબઈમાં પેટ્રોલની છૂટક કિંમત 106.31 રૂપિયા પ્રતિ લિટર છે. જોકે, કંપનીઓએ આજે ​​પણ પેટ્રોલ અને ડીઝલના રિટેલ રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. જો ક્રૂડ ઓઈલની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ક્રૂડ ઓઈલની કિંમત 94.16 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. WTI પણ ઘટીને 88.31 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયો છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.35 અને ડીઝલ રૂ. 94.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Published On - 7:34 am, Mon, 8 August 22

Next Article