Petrol Diesel Price Today : ક્રૂડની કિંમતમાં આવ્યો ઉછાળો , શું ફરી પેટ્રોલ – ડીઝલ મોંઘા થશે ? જાણો આજના લેટેસ્ટ રેટ

|

Sep 10, 2021 | 7:23 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.17 રૂપિયા પ્રતિ લીટર છે.

સમાચાર સાંભળો
Petrol Diesel Price Today : ક્રૂડની કિંમતમાં આવ્યો ઉછાળો , શું ફરી પેટ્રોલ - ડીઝલ મોંઘા થશે ? જાણો આજના લેટેસ્ટ રેટ
Petrol Pump File Image

Follow us on

દેશભરમાં સતત પાંચમા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol Diesel Price Today) સ્થિર છે.આજે 10 સપ્ટેમ્બર 2021 ના રોજ સ્થાનિક તેલ કંપનીઓએ ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. મુખ્ય ઓટો ઇંધણની કિંમતોમાં છેલ્લો ફેરફાર 5 સપ્ટેમ્બરે થયો હતો, તે સમયે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15 પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઉછાળો આવ્યો નથી. જોકે, હજુ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે છે. દેશમાં ઓટો ઇંધણની કિંમતો સ્થાનિક કર (વેટ) અને નૂર શુલ્કના આધારે રાજ્યથી રાજ્યમાં બદલાય છે. આ સિવાય કેન્દ્ર સરકાર ઓટો ઇંધણ પર એક્સાઇઝ ડ્યુટી વસૂલે છે.

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, આજે રાજધાની દિલ્હીમાં 101.19 પૈસા પ્રતિ લીટરના દરે પેટ્રોલ વેચાઈ રહ્યું છે. તે જ સમયે, ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. મુંબઈમાં પેટ્રોલ 107.26 રૂપિયા પ્રતિ લિટર છે. તે જ સમયે, ડીઝલ 96.19 પૈસા પ્રતિ લિટર છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.17 રૂપિયા પ્રતિ લીટર છે.

ક્રૂડની કિંમતમાં ઉછાળો
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ ગુરુવારે બીજા સત્રમાં વધ્યા હતા. બ્રેન્ટ 26 સેન્ટ (0.36 ટકા) વધીને 72.86 ડોલર પ્રતિ બેરલ અને વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ (0.17 ટકા) વધીને 69.42 ડોલર પ્રતિ બેરલ થયું હતું. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં બેન્ચમાર્ક ઇંધણની છેલ્લા 15 દિવસની સરેરાશ કિંમત અને વિદેશી વિનિમય દરના આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરે છે.

 

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

City Petrol Diesel
Delhi 101.19 88.62
Mumbai 107.26 96.19
Chennai 98.96 93.26
Kolkata 101.72 91.84

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આ રીતે જાણો
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.

 

દરરોજ સવારે ઇંધણના નવા રેટ જારી થાય છે
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

 

આ પણ વાંચો :  Bharuch : પાનોલી સ્થિત Jal Aqua International કંપનીમાં લાગી ભીષણ આગ , કરોડોના નુકશાનનો અંદાજ

 

આ પણ વાંચો : શું શેરબજારની તેજી ઉપર લાગી શકે છે બ્રેક? નજીકના સમયમાં 10% સુધી કરેક્શનનું નિષ્ણાંતોનું અનુમાન , જાણો વિગતવાર

Published On - 7:22 am, Fri, 10 September 21

Next Article