Petrol Diesel Price Today : વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમત 93 ડોલરને પાર, આ રીતે જાણો તમારા વાહનના ઈંધણની કિંમત

|

Nov 15, 2022 | 7:06 AM

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમત 93 ડોલરને પાર, આ રીતે જાણો તમારા વાહનના ઈંધણની કિંમત
Crude oil prices surged in the global market

Follow us on

છેલ્લા 24 કલાક દરમિયાન વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો આવ્યો છે આ સામે રાહતના સમાચાર એ છે કે તેની અસર સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતો પર પણ જોવા મળી નથી. સરકારી તેલ કંપનીઓએ આજે મંગળવારે સવારે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. દેશના ચારેય મહાનગરો અને ગુજરાતમાં આજે પણ તેલની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. જો કાચા તેલની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં તેની કિંમતોમાં બદલાવ આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત વધીને 93.14 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. તે જ સમયે WTIનો દર બેરલ દીઠ 85.26 ડોલર રહ્યો છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.35 અને ડીઝલ રૂ. 94.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

 

GSTના દાયરામાં આવશે પેટ્રોલ-ડીઝલ!

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોમવારે કહ્યું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના દાયરામાં લાવવા માટે તૈયાર છે, પરંતુ રાજ્યો તેના પર સહમત થશે તેની શક્યતા નથી. પુરીએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા માટે રાજ્યોની સંમતિ જરૂરી છે અને જો રાજ્યો આ દિશામાં પહેલ કરે તો કેન્દ્ર પણ તેના માટે તૈયાર છે. મતલબ કે કેન્દ્રએ આ સમગ્ર મામલો સંપૂર્ણપણે રાજ્યોના માથે નાખી દીધો છે. જો રાજ્યો સહમત થાય તો પેટ્રોલ અને ડીઝલ GSTના દાયરામાં આવી શકે છે, જેના કારણે કિંમતમાં નરમાઈની શક્યતા છે.

 

Next Article