Petrol-Diesel Price Today : ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો, જાણો તમારા શહેરમાં 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત શું છે?
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.
Petrol-Diesel Price Today : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ(Crude Oil)ના ભાવમાં જબરદસ્ત વધઘટ જોવા મળી રહી છે. આજે શુક્રવાર 4 માર્ચે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ ઘટીને 111.5 ડોલર પ્રતિ બેરલ થઈ ગયા હતા, જે 3 માર્ચના રોજ 117 ડોલર પ્રતિ બેરલ હતા. બીજી તરફ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ હજુ પણ સ્થિર છે. દેશની મોટી ઓઈલ કંપનીઓએ 4 માર્ચ માટે પેટ્રોલ અને ડીઝલ(Petrol and Diesel)ના નવા ભાવ જાહેર કર્યા છે અને આજે પણ ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર થયાને 121 દિવસ થઈ ગયા છે.
દેશમાં ઈંધણના ભાવમાં છેલ્લો ફેરફાર 4 નવેમ્બર, 2021ના રોજ થયો હતો. તે દિવસથી એક વખત પણ ઈંધણના ભાવ(Fuel Prices)માં વધઘટ થઈ નથી. નિષ્ણાતોનું માનવું છે કે 10 માર્ચ પછી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવા લાગશે કારણ કે 10 માર્ચે 5 રાજ્યોમાં યોજાનારી ચૂંટણીના પરિણામો આવશે.
oilprice.com પર મળેલી માહિતી અનુસાર 4 માર્ચ, શુક્રવારના રોજ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમત ગઈકાલની સરખામણીમાં ઘટીને 111.5 ડોલર પ્રતિ બેરલ સુધી ઘટી ગઈ. આજે WTI ક્રૂડની કિંમત 109.3 ડૉલર અને બ્રેન્ટ ક્રૂડની કિંમત 111.5 ડૉલર છે.
ક્રૂડ ઓઇલની કિંમતોમાં આ વધારો વિશ્વના તમામ દેશો માટે ચિંતાનો વિષય છે. જેની અસર દેશના દરેક વ્યક્તિ પર પડે છે. સેંકડો ઉત્પાદનોના ઉત્પાદનમાં કાચા માલ તરીકે ક્રૂડ ઓઇલનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. આ જ કારણ છે કે જ્યારે ક્રૂડ ઓઈલના ભાવ વધે છે ત્યારે તેના ઉપયોગથી બનેલી તમામ વસ્તુઓના ભાવ પણ વધી જાય છે અને સામાન્ય માણસને મોંઘવારીનો સામનો કરવો પડે છે.
હાલમાં દેશના તમામ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ છેલ્લા 4 મહિનાથી સ્થિર છે. દેશના તમામ નગરો, શહેરો અને જિલ્લાઓમાં પેટ્રોલ અને ડીઝલ હજુ પણ જૂના ભાવે વેચાઈ રહ્યા છે. તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમતો તપાસવા માટે હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ઇન્ડિયન ઓઇલની સત્તાવાર વેબસાઇટની પણ મુલાકાત લઈ શકો છો.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત
- દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
- મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
- ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
- કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે
City | Petrol | Diesel |
Ahmedabad | 95.13 | 89.12 |
Rajkot | 94.89 | 88.89 |
Surat | 94.98 | 88.99 |
Vadodara | 94.78 | 88.76 |
દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો
આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.
આ પણ વાંચો : જો તમારી પાસે પણ એકથી વધુ PPF એકાઉન્ટ છે તો વ્યાજ ગુમાવવાનો વારો આવી શકે છે, જાણો વિગતવાર
આ પણ વાંચો : Dollar Vs Rupee : રૂપિયાનું ધોવાણ અટકાવવા RBI એ વિદેશી મુદ્રા ભંડોળમાંથી 2 અબજ ડોલરનું વેચાણ કર્યું