Petrol Diesel Price Today : સસ્તું થઇ રહ્યું છે ક્રૂડ ઓઇલ, શું પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળશે? જાણો આજના લેટેસ્ટ રેટ

|

Dec 18, 2021 | 8:10 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : સસ્તું થઇ રહ્યું છે ક્રૂડ ઓઇલ, શું પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળશે? જાણો આજના લેટેસ્ટ રેટ
OPEC country will increase oil production by 4 lakh barrels per day

Follow us on

Petrol Diesel Price Today : દેશની મોટી ઓઈલ કંપનીઓએ 18 ડિસેમ્બર શનિવાર માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. આજે પણ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. તમને જણાવી દઈએ કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયાને 45 દિવસ થઈ ગયા છે બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં વધ – ઘટનો સિલસિલો યથાવત છે. સતત કેટલાક દિવસો સુધી વધારો દર્શાવ્યા બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં સતત બે દિવસથી સુસ્તી જોવા મળી રહી છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાશ યથાવત
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટની પ્રક્રિયા ચાલુ છે. ગુરુવારે તેલની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો પરંતુ શુક્રવારથી કિંમતો સુસ્ત રહી છે. આજે ફરી એકવાર ક્રૂડ ઓઇલની કિંમતોમાં સુસ્તી જોવા મળી રહી છે. જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત હજુ પણ પ્રતિ બેરલ 70 ડોલરની ઉપર છે. મંદીના કારણે તેલના ભાવ ગઈકાલ કરતા આજે વધુ ઘટ્યા હતા. આજે WTI ક્રૂડના ભાવ ગઈકાલના 72 ડોલરની સામે આજે ઘટીને 70.86 ડોલર પર આવી ગયા છે અને બ્રેન્ટ ક્રૂડના ભાવ ગઈકાલે 75 ડોલર હતા જેની સામે આજે ઘટીને 73.52 ડોલર પર આવી ગયા છે.

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  •  દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  •  મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  •  ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  •  કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

 

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના  રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

 

આ પણ વાંચો :   ઘણીવાર અરજી કરવા છતાં ચેકબુક મળતી નથી? SBIએ કહ્યું કરો આ કામ સમસ્યા હળવી બનશે

 

આ પણ વાંચો :  શું ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ ફરી એક વાર લંબાવાઈ શકે છે? જાણો કારણ

Published On - 8:06 am, Sat, 18 December 21

Next Article