Petrol Diesel Price Today : વૈશ્વિક બજારમાં માંગમાં ઘટાડા સાથે ક્રૂડ સસ્તું થયું, પેટ્રોલ – ડીઝલની કિંમતમાં શું થયો ફેરફાર?

|

Nov 17, 2022 | 7:08 AM

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : વૈશ્વિક બજારમાં માંગમાં ઘટાડા સાથે ક્રૂડ સસ્તું થયું, પેટ્રોલ - ડીઝલની કિંમતમાં શું થયો ફેરફાર?
Petrol Diesel Price Today

Follow us on

વૈશ્વિક બજારમાં છેલ્લા 24 કલાક દરમિયાન ક્રૂડ ઓઈલના ભાવમાં પ્રતિ બેરલ લગભગ એક ડોલરનો ઘટાડો થયો છે. દરમિયાન સરકારી તેલ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં આજે ગુરુવારે સવારે ફેરફાર કરવામાં આવ્યો નથી. આજે પણ દિલ્હી-મુંબઈ જેવા દેશના ચારેય મહાનગરો અને ગુજરાતમાં તેલના છૂટક ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા જારી કરાયેલા દર મુજબ આજે સવારે ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં (નોઈડા-ગ્રેટર નોઈડા) , ગાઝિયાબાદ અને યુપીની રાજધાની લખનૌમાં પેટ્રોલ અને ડીઝલ થોડું સસ્તું વેચાઈ રહ્યું છે. જો આપણે કાચા તેલની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં તેની કિંમતોમાં પણ થોડો ફેરફાર થયો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ દોઢ ડોલર ઘટીને 92.26 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. તે જ સમયે ડબલ્યુટીઆઈ લગભગ 2 ડોલરની નીચે 85.31 ડોલર પ્રતિ બેરલના ભાવે છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.35 અને ડીઝલ રૂ. 94.28 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

ગુજરાતમાં (Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 96.42 92.17
Rajkot 96.19 91.95
Surat 96.31 92.07
Vadodara 96.54 92.28

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Published On - 7:08 am, Thu, 17 November 22

Next Article