પાંચ રાજ્યોના ચૂંટણી ચૂંટણીઓ (Assembly election in five State) ની મતગણનાથી પહેલા જ સરકારી તેલ કંપનીઓએ ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol Diesel Price Today) માં ફેરફાર કર્યો છે. ચૂંટણીની દ્રષ્ટિએ સૌથી મહત્વપૂર્ણ શહેર લખનઉ અને દિલ્હીને અડીને આવેલા નોઈડામાં આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. જો કે દેશના ચારેય મહાનગરો અને ગુજરાતમાં તેલની કિંમતોમાં હજુ કોઈ ફેરફાર થયો નથી. મુંબઈમાં પેટ્રોલની મહત્તમ કિંમત 110 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ 130 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચવા છતાં કંપનીઓએ ભાવ વધાર્યા ન હતા.
યુદ્ધની સ્થિતિમાં યુક્રેનના નરમ વલણ બાદ સ્થિતિ શાંત થવાના સંકેત મળી રહ્યા છે. અહેવાલો બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર ઘટાડો થયો છે. મીડિયામાં એવા અહેવાલો આવ્યા છે કે UAE કિંમતોને નિયંત્રિત કરવા માટે તેલનું ઉત્પાદન વધારવાના પક્ષમાં છે. આ સાથે તેલના ભાવમાં મહત્તમ 18 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 113 ડોલરના સ્તરથી નીચે આવી ગઈ છે. આ સપ્તાહની શરૂઆતમાં બ્રેન્ટ ક્રૂડ 139 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું હતું. ભાવનું આ સ્તર છેલ્લા 14 વર્ષમાં સૌથી વધુ છે. રશિયા યુક્રેન કટોકટીના કારણે એક સપ્તાહમાં કિંમતોમાં 30 ટકાથી વધુનો વધારો થયો છે.
એક મીડિયા રિપોર્ટમાં યુએસમાં યુએઇના રાજદૂતને ટાંકીને કહ્યું કે યુએઇ ઉત્પાદન વધારવાના પક્ષમાં છે. બીજી તરફ રોયટર્સે બજાર નિષ્ણાતો સાથે વાતચીત બાદ લખ્યું છે કે UAE તરત જ 8 લાખ બેરલ તેલનું ઉત્પાદન વધારી શકે છે. જે રશિયા પરના પ્રતિબંધોને કારણે સપ્લાય અછતના સાતમા ભાગની થશે. બીજી તરફ આગામી સમયમાં ઈરાન તરફથી સપ્લાયમાં પણ વધારો થવાની ધારણા છે જેના કારણે દબાણ વધુ ઘટશે. આ સંકેતોને જોતાં નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે કે ભાવ વધુ ઘટી શકે છે. વાસ્તવમાં તેલ ઉત્પાદક દેશોને પણ ડર છે કે તેલની કિંમતોમાં આટલો ઉછાળો માંગ પર નકારાત્મક અસર કરશે જ્યારે જો તેલના ઊંચા ભાવને કારણે અર્થવ્યવસ્થા ધીમી પડશે તો ક્રૂડ ઓઇલના ભાવ વધુ ઘટશે. તેથી ઓપેક દેશો તેલ ઉત્પાદન વધારી શકે છે.
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
City | Petrol | Diesel |
Ahmedabad | 95.13 | 89.12 |
Rajkot | 94.89 | 88.89 |
Surat | 94.98 | 88.99 |
Vadodara | 94.78 | 88.76 |
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.