Petrol-Diesel Price Today : 8 ઓક્ટોબરે જાહેર કરવામાં આવેલા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો શું છે લેટેસ્ટ રેટ

|

Oct 08, 2022 | 11:44 AM

Petrol-Diesel Price Today : ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 8 ઓક્ટોબર શનિવાર માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પણ કોઈ ફેરફાર થયો નથી.

Petrol-Diesel Price Today : 8 ઓક્ટોબરે જાહેર કરવામાં આવેલા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો શું છે લેટેસ્ટ રેટ
Petrol-Diesel Price Today

Follow us on

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 8 ઓક્ટોબર શનિવાર માટે પેટ્રોલ અને ડીઝલ(Petrol)ના નવા ભાવ જાહેર કર્યા છે. પેટ્રોલ અને ડીઝલ(Diesel)ના ભાવમાં આજે પણ કોઈ ફેરફાર થયો નથી. આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા પ્રતિ લીટર છે. આર્થિક રાજધાની મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 106.35 રૂપિયા, કોલકાતામાં 106.03 રૂપિયા અને ચેન્નાઈમાં 102.63 રૂપિયા છે.

દિલ્હીમાં ડીઝલની કિંમત 89.62 રૂપિયા, મુંબઈમાં 94.28 રૂપિયા, કોલકાતામાં 92.76 રૂપિયા અને ચેન્નાઈમાં 94.24 રૂપિયા છે. આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલ સૌથી મોંઘા છે.

જો તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જોવા માંગતા હો, તો તમે આ લિંક પર ક્લિક કરીને ચકાસી શકો છો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લો ફેરફાર 22 મેના રોજ થયો હતો, જ્યારે નાણામંત્રીએ એક્સાઇઝ ડ્યુટીમાં કાપની જાહેરાત કરી હતી. 21 મેના રોજ પેટ્રોલ પર 8 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલ 8.69 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 7.05 રૂપિયા સસ્તુ થયું છે.

પેટ્રોલ પર કેટલો ટેક્સ લાગે છે?

હાલમાં રાજધાની દિલ્હીમાં 1 લીટર પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા છે. આમાં, મૂળ કિંમત 57.13 રૂપિયા છે. ભાડું 20 પૈસા પ્રતિ લીટર છે. એક્સાઇઝ ડ્યુટી રૂ. 19.90 અને વેટ રૂ. 15.71 પ્રતિ લિટર છે. ડીલરનું કમિશન 3.78 રૂપિયા પ્રતિ લીટર છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી મુજબ ટેક્સનો આ દર 15 જૂન 2022ના આધારે છે.

ડીઝલ પર કેટલો ટેક્સ લાગે છે?

બીજી તરફ રાજધાની દિલ્હીમાં એક લીટર ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લીટર છે. તેની મૂળ કિંમત 57.92 રૂપિયા પ્રતિ લિટર છે. લીટર દીઠ ભાડું રૂ. 0.22, એક્સાઇઝ ડ્યુટી રૂ. 15.80 અને વેટ રૂ. 13.11 પ્રતિ લીટર છે. ડીલરનું કમિશન 2.57 રૂપિયા પ્રતિ લીટર છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી મુજબ ટેક્સનો આ દર 15 જૂન 2022ના આધારે છે.

Next Article