Petrol-Diesel Price Today :રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ(Russia Ukraine crisis) વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવ(Crude Oil Price)માં સતત વધારો થઈ રહ્યો છે.આજે શનિવાર 5 માર્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત બેરલ દીઠ 118 ડોલરની ઉપર પહોંચી ગઈ છે જ્યારે 4 માર્ચે તેલની કિંમત બેરલ દીઠ 111.5 ડોલર હતી. એટલે કે એક જ દિવસમાં ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ 7 ડોલરનો વધારો થયો છે. બીજી તરફ ભારતની મોટી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (Oil Marketing Companies) એ માર્ચ માટે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલ ના નવા ભાવ જાહેર કર્યા છે. 5 અને આજે પણ ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જણાવી દઈએ કે દેશમાં પેટ્રોલ અને ડીઝલ(Petrol and Diesel)ના ભાવમાં ફેરફાર થયાને 122 દિવસ થઈ ગયા છે.
દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 122 દિવસથી સ્થિર છે જ્યારે જે ક્રૂડ ઓઈલમાંથી પેટ્રોલ અને ડીઝલ બને છે તેની કિંમતો સતત વધી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમત આજે 118.1 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. ભારતમાં જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ પર ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો ત્યારે ક્રૂડ ઓઈલની કિંમત 80 ડોલર પ્રતિ બેરલની આસપાસ હતી. એટલે કે છેલ્લા 4 મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી પરંતુ ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ 40 ડોલર પ્રતિ બેરલનો વધારો થયો છે.
oilprice.com દ્વારા માહિતી અનુસાર WTI ક્રૂડની કિંમત 4 માર્ચે 109.3 ડોલરની હતી તે આજે 7.44 ટકા વધીને 115.7 ડોલર થઈ ગઈ છે. બીજી તરફ બ્રેન્ટ ક્રૂડના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડ પણ 6.93 ટકા વધીને 118.1 ડૉલર પર પહોંચ્યું છે, જે 4 માર્ચે 111.5 ડૉલર હતું.
ક્રૂડ ઓઈલની કિંમતોમાં સતત વધારો આપણા બધા માટે ચિંતાનો વિષય છે. મોંઘા ક્રૂડ ઓઈલ માત્ર પેટ્રોલ-ડીઝલ જ નહીં પરંતુ રોજબરોજના જીવનમાં વપરાતી બીજી સેંકડો વસ્તુઓ પણ મોંઘા કરે છે. આ ઉપરાંત જ્યારે ઈંધણ મોંઘુ થાય છે ત્યારે રિઅન્સપોર્ટનું ભાડુ પણ વધી જાય છે જેના કારણે અનાજ, ખાદ્યતેલ, ફળ, શાકભાજી, દૂધ જેવી વસ્તુઓ પણ મોંઘી થઈ જાય છે. તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમતો તપાસવા માટે હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ઇન્ડિયન ઓઇલની સત્તાવાર વેબસાઇટની પણ મુલાકાત લઈ શકો છો.
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
City | Petrol | Diesel |
Ahmedabad | 95.13 | 89.12 |
Rajkot | 94.89 | 88.89 |
Surat | 94.98 | 88.99 |
Vadodara | 94.78 | 88.76 |
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.
આ પણ વાંચો : Dollar vs Rupee : રૂપિયાનું સતત થઇ રહ્યું છે ધોવાણ, ડોલર સામે 76 ના સ્તર સુધી સરક્યો
આ પણ વાંચો : જો તમે નિવૃત્તિ પછી ટેન્શન ફ્રી રહેવા માંગતા હોય તો રોકાણના આ વિકલ્પો અપનાવો, ઘડપણમાં કોઈ સમસ્યા નહીં આવે