Petrol Diesel Price Today : ગણતંત્ર દિવસે આવ્યા રાહતના સમાચાર, આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો ન કરાયો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ

|

Jan 26, 2022 | 9:44 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : ગણતંત્ર દિવસે આવ્યા રાહતના સમાચાર, આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો ન કરાયો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ
Petrol and diesel Price today

Follow us on

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની વધતી કિંમતો વચ્ચે IOCL એ આજે પેટ્રોલ ડીઝલની કિંમત(Petrol Diesel Price Today) જાહેર કરી છે. આજે પણ ઇંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. 4 નવેમ્બર 2021 થી વાહનોના ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આ દિવસે કેન્દ્રએ પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લિટર રૂ. 10 અને ડીઝલ પર રૂ. 5 ની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. ત્યારથી ઘણા શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટર કરતા સસ્તું મળી રહ્યું છે.

આ સમય દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થતી રહે છે. ક્રૂડ ઓઈલની કિંમત 69 ડોલર પ્રતિ બેરલથી 88 ડોલર સુધી પહોંચી ગઈ છે. બુધવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 95.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

 

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  •  દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  •  મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  •  ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  •  કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના  રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

 

આ  પણ વાંચો :  Share Market : જો તમારે માર્કેટના કડાકાના નુકસાનથી બચવું હોય તો આ પ્રકારે પોર્ટફોલિયો બનાવો, નહીં ડૂબે પરસેવાની કમાણી

 

આ પણ વાંચો :  Budget 2022 : નાણાં મંત્રી PPF માં રોકાણ મર્યાદા બમણી કરવાની માંગ સ્વીકારે તો કર્મચારીઓને 80 લાખનું ફંડ મળશે

Published On - 9:41 am, Wed, 26 January 22

Next Article