Petrol diesel Price : આજે પણ ન વધારાઈ કિંમત , જાણો તમારા શહેરના ભાવ

|

Apr 21, 2021 | 8:58 AM

સામાન્ય માણસને આજે પેટ્રોલ ડીઝલના ભાવ(Petrol diesel Price today)થી રાહત મળી છે. આજે પણ તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

Petrol diesel Price : આજે પણ ન વધારાઈ કિંમત , જાણો તમારા શહેરના ભાવ
File Image of Petrol Pump

Follow us on

સામાન્ય માણસને આજે પેટ્રોલ ડીઝલના ભાવ(Petrol diesel Price today)થી રાહત મળી છે. આજે પણ તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 90.40 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલની કિંમત પ્રતિ લિટર 80.73 રૂપિયા છે. નિષ્ણાંત કહે છે કે આગામી સમયમાં ઇંધણ સસ્તુ થઈ શકે છે. આનું સૌથી મોટું કારણ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાશ છે. એપ્રિલ પહેલા માર્ચ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ વખત ઘટાડો કરવામાં આવ્યો હતો.

આ કારણોસર પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ શકે છે
સૂત્રો અનુસાર એકવાર અમેરિકાના પ્રતિબંધો હટાવ્યા પછી અમે ઈરાનથી તેલ આયાત કરવાનું વિચારી શકાય તેમ છે. ભારતીય રિફાઇનરી કંપનીઓએ પણ આ માટેની તૈયારી શરૂ કરી દીધી છે. પ્રતિબંધ હટવા સાથે જ તેઓ ઇરાન સાથે કરાર કરી શકે છે. ઇરાનથી તેલના આગમન સાથે ભારતીય બજારમાં પેટ્રોલ ડીઝલની કિંમતો નરમ થશે જ પરંતુ ભારતને તેના આયાત સ્ત્રોતમાં વિવિધતા લાવવામાં પણ મદદ કરશે. નાણાકીય વર્ષ 2020 -21 માં ઇરાક ભારતનો સૌથી મોટો તેલ સપ્લાયર રહ્યો છે. આ પછી સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) આવે છે. નાઇજીરીયા ચોથા અને અમેરિકા પાંચમા ક્રમે છે.

જાણો તમારા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
City Diesel Petrol
Delhi 80.73 90.40
Mumbai 87.81 96.83
Kolkata 83.61 90.62
Chennai 85.75 92.43
Ahmedabad 86.96 87.57
Rajkot 86.77 87.36
Surat 87.30 87.90
Vadodara 87.00 87.61

(સોર્સ : ગુડ રિટર્ન્સ)

Published On - 8:57 am, Wed, 21 April 21

Next Article