PETROL DIESEL PRICE: જો આ 2 ટેક્સ ઓછા કરવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો દેખાશે

|

Feb 20, 2021 | 10:03 PM

પેટ્રોલ અને ડીઝલની કિંમતો(PETROL DIESEL PRICE)માં સતત વધારો થઈ રહ્યો છે. ઘણા રાજ્યોમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 100 રૂપિયા પર પહોંચી ગઈ છે.

PETROL DIESEL PRICE: જો આ 2 ટેક્સ ઓછા કરવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો દેખાશે
Today, the government oil companies have given relief to the common man by not raising petrol and diesel prices.

Follow us on

પેટ્રોલ અને ડીઝલની કિંમતો(PETROL DIESEL PRICE)માં સતત વધારો થઈ રહ્યો છે. ઘણા રાજ્યોમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 100 રૂપિયા પર પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામણે પોતે સ્વીકાર્યું હતું કે સરકાર માટે પણ આ ધર્મસંકટનો સમય છે.  હકીકતમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને પેટ્રોલ અને ડીઝલ પર જંગી વેરો મેળવે છે અને સામાન્ય લોકોને સસ્તું તેલ મળી રહ્યું નથી.

 

જો રાજ્ય અને કેન્દ્ર સરકાર તેના પરનો ટેક્સ થોડો ઓછો કરે તો જનતાને મોટી રાહત મળી શકે તેમ છે. એક ન્યુઝ રિપોર્ટ અનુસાર સરકારને ચાલુ નાણાકીય વર્ષમાં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાંથી 3.49 લાખ કરોડ રૂપિયા મળશે. જે નાણાકીય વર્ષ 2020-21ના બજેટના અંદાજ કરતાં આશરે 97,600 કરોડ રૂપિયા વધારે છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

 

પેટ્રોલ અને ડીઝલની કિંમત કેવી રીતે વધે છે
પેટ્રોલ અને ડીઝલના ભાવનો મોટોભાગ કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટી દ્વારા પ્રાપ્ત થાય છે. તે જ સમયે, રાજ્ય સરકાર તેના પર ટેક્સ પણ લે છે. દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો રાજ્ય સરકાર તેના પર વેટ તરીકે લિટર પર આશરે 26 રૂપિયા લે છે, જ્યારે કેન્દ્ર સરકાર એક્સાઈઝ ડ્યુટી દ્વારા 32.90 રૂપિયા લે છે. તેનો અર્થ એ કે 90 રૂપિયાના પેટ્રોલ પર પ્રજાને માત્ર ટેક્સ તરીકે લગભગ 59 રૂપિયા ચૂકવવા પડે છે. જો બંને સરકારો તેમના કરમાં થોડો ઘટાડો કરશે તો સામાન્ય લોકો ઉપરનો ભાર ઓછો થશે.

 

તેલની કિંમતની ગણતરી 
– 1 લિટર પેટ્રોલનો ભાવ – 90 રૂપિયા (આશરે.)
– વેટ ટેક્સ (રાજ્ય સરકાર) – 26 રૂપિયા
– એક્સાઈઝ ડ્યુટી (કેન્દ્ર સરકાર) – રૂ .32.90
– તેલનો આધાર ભાવ – 31. 82 રૂપિયા
– ટ્રાન્સપોર્ટ ચાર્જ – 28 પૈસા

 

તજજ્ઞોનો અભિપ્રાય
એન્જલ બ્રોકિંગના ઉપાધ્યક્ષ અનુજ ગુપ્તા કહે છે જો રાજ્ય સરકાર વેટના કેટલાક ભાગને ઘટાડે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. બીજી બાજુ જો એક્સાઈઝ ડ્યુટી અને વેટ બંને મોટાભાગે એક સાથે ઘટાડવામાં આવે તો આગામી દિવસોમાં તેલના ભાવમાં મોટો તફાવત આવી શકે છે.

 

આ પણ વાંચો: સર્વે: 59 ટકા લોકોએ માન્યું કે IPLની હરાજીમાં સૌથી મોંઘા વેચાયલા ક્રિસ મોરિસ ટીમ માટે સફળ સાબિત થશે

Next Article