ગુજરાત સરકારની આવકમાં ધરખમ ઘટાડો, સરકારી તીજોરી સરભર કરવા આજ રાત્રીથી પેટ્રોલ ડીઝલના ભાવમાં રૂ. 2નો વધારો

|

Jun 15, 2020 | 1:54 PM

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લદાયેલા લોકડાઉનની અસર ગુજરાત સરકારની તીજોરી ઉપર જોવા મળી છે. ગુજરાત સરકારને થતી વિવિધ પ્રકારની આવકના અંદાજો, લોકડાઉનને કારણે ખોરવાઈ ગયા છે. જીએસટી, વેટ, સ્ટેમ્પ ડ્યુટી, ઈલે. ડ્યુટી, વાહન-રોડ ટેક્સ સહીત વિવિધ પ્રકારે થતી આવકના લક્ષ્યાંકો લોકડાઉનને પગલે ખોરવાઈ ગયા છે.. લોકડાઉનને કારણે સરકારી તિજોરીને થઈ રહેલા નુકસાનને ભરપાઈ કરવા […]

ગુજરાત સરકારની આવકમાં ધરખમ ઘટાડો, સરકારી તીજોરી સરભર કરવા આજ રાત્રીથી પેટ્રોલ ડીઝલના ભાવમાં રૂ. 2નો વધારો

Follow us on

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લદાયેલા લોકડાઉનની અસર ગુજરાત સરકારની તીજોરી ઉપર જોવા મળી છે. ગુજરાત સરકારને થતી વિવિધ પ્રકારની આવકના અંદાજો, લોકડાઉનને કારણે ખોરવાઈ ગયા છે. જીએસટી, વેટ, સ્ટેમ્પ ડ્યુટી, ઈલે. ડ્યુટી, વાહન-રોડ ટેક્સ સહીત વિવિધ પ્રકારે થતી આવકના લક્ષ્યાંકો લોકડાઉનને પગલે ખોરવાઈ ગયા છે.. લોકડાઉનને કારણે સરકારી તિજોરીને થઈ રહેલા નુકસાનને ભરપાઈ કરવા માટે 15 જૂનની મધ્યરાત્રી એટલે કે 16મી જૂનથી જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટરે બે રુપિયાનો વધારો કરવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. આ ભાવ વધારાના પગલે ગુજરાત સરકારને 1500થી 1800 કરોડની આવક થશે. જુઓ વિડીયો

ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલે, પેટ્રોલ અને ડીઝલના પ્રતિ લિટરના વર્તમાન ભાવમાં 2 રૂપિયાના કરેલા વધારાને યોગ્ય ગણાવતા કહ્યું કે, લોકડાઉનને કારણે ગુજરાત સરકારને થતી વિવિધ આવકમાં ધરખમ ઘટાડો થયો છે અને સરકારી ખર્ચ  યથાવત રહેવાની સાથેસાથે સરકાર દ્વારા લોકડાઉનને કારણે વિવિધ સમાજ અને વર્ગને અપાયેલી રાહતનો આર્થિક બોજો વધ્યો છે. ગુજરાત સરકારની આવકને સરભર કરવા માટે રાજ્ય સરકારે નિમેલી હસમુખ અઢીયા કમિટીએ, ઈધણ ઉપર ભાવ વધારો કરવાની કરેલી ભલામણનો સ્વીકાર કરીને પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લિટર ઉપર 2 રૂપિયાનો ભાવ વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ભાવવધારા બાદ પણ સમગ્ર દેશમાં ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ ઓછો હોવાનો દાવો નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલ કર્યો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કર્યા બાદ ગુજરાત સરકારને રૂપિયા 1500થી 1800 કરોડની આવક થવાની ગણતરી છે.. ગુજરાત સરકારે જીએસટીની આવકનો લક્ષ્યાંક 55560 કરોડ સેવ્યો હતો, જો કે લોકડાઉનને કારણે જીએસટીની આવકમાં ઘટાડો થશે. પેટ્રોલ અને ડીઝલ ઉપર વસૂલાતા વેટને કારણે 23230 કરોડની આવકનો લક્ષ્યાંક હતો તે લોકડાઉનને કારણે 30થી 35 ટકા એટલે કે 850 કરોડનો ઘટાડો થવાની ગણતરી મૂકવામાં આવી રહી છે. સ્ટેમ્પ ડ્યુટીની આવકનો લક્ષ્યાંક 4000થી 4300 કરોડનો હતો તેમાં 45થી 50 ટકા આવક ઘટે તેવી ગણતરી કરવામાં આવી છે. ગુજરાતમાં ખરીદાતા નવા વાહનો ઉપરના વેરા અને રોડટેક્સ તરીકે ગુજરાત સરકારને ચાલુ નાણાકીય વર્ષમાં 4500 કરોડની આવકનો અંદાજ હતો પરંતુ લોકડાઉનના સમયમાં એક પણ નવુ વાહનનું વેચાણ નહી થતા તેમજ રોડટેક્સની આવક નહી થતા, 1800થી 2000 કરોડની આવક ઘટે તેવી ગણતરી મૂકવામાં આવી રહી છે.

નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલે પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લિટરે બે રુપિયાના કરેલા વધારાને યોગ્ય ગણાવતા જણાવ્યુ કે, વર્તમાન સરકારે શાસનની ઘૂરા સંભાળ્યા બાદ બે વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કુલ 7 ટકા જેટલો ઘટાડો કરીને રાજ્યની જનતાને રાહત આપી હતી. 2017માં 10મી ઓક્ટોબરે 4 ટકા અને 2018માં 4થી ઓક્ટોબરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 ટકા જેટલો ઘટાડો કર્યો હતો. જ્યારે આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે 2 રૂપિયાનો વધારો કર્યો છે તે 3 ટકા જેટલો થાય છે. આ ભાવ વદારા બાદ પણ સમગ્ર દેશમાં ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ ઓછો હોવાનું જણાવ્યું.

Published On - 1:51 pm, Mon, 15 June 20

Next Article