Petrol Diesel Price : સરકારે ફ્યુલના ભાવ ઘટાડ્યા, જાણો કેટલું થયું સસ્તુ ?

|

Apr 15, 2021 | 8:54 AM

સરકારી તેલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવ(Petrol Diesel Price)માં ઘટાડો કર્યો છે.લાંબા સમય પછી સામાન્ય લોકોને રાહત મળી છે.

Petrol Diesel Price : સરકારે ફ્યુલના ભાવ ઘટાડ્યા, જાણો કેટલું થયું સસ્તુ ?
આજે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ફરી વધારો કરાયો છે.

Follow us on

સરકારી તેલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવ(Petrol Diesel Price)માં ઘટાડો કર્યો છે.લાંબા સમય પછી સામાન્ય લોકોને રાહત મળી છે. તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલની કિંમત 15 દિવસ સ્થિરતા રાખ્યા બાદ ઘટાડો કર્યો છે. આજે પેટ્રોલના ભાવમાં 16 પૈસા અને ડીઝલના ભાવમાં 14 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા બાદ દેશની રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 90.40 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલ 80.73 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા ઘટાડાની અસર સ્થાનિક બજારમાં જોવા મળી રહી છે.

ગયા મહિને પેટ્રોલ ડીઝલ ત્રણ વખત સસ્તું થયું હતું
ગયા મહિને પેટ્રોલ ડીઝલના ભાવમાં ત્રણ વખત ઘટાડો કરાયો હતો. 30 માર્ચે પેટ્રોલ 22 પૈસા અને ડીઝલ 23 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું છે. આ ઉપરાંત 24 અને 25 માર્ચે પેટ્રોલ ડીઝલ સસ્તુ થયું હતું. આ ઘટાડાને કારણે દિલ્હીમાં પેટ્રોલ 39 પૈસા અને ડીઝલમાં 37 પૈસા ઘટાડો થયો હતો.

કંઈ જાણશો તારા શહેરના ભાવ
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

જાણો તમારા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ 

City Diesel Petrol
Delhi 80.73 90.40
Mumbai 87.81 96.83
Kolkata 83.61 90.62
Chennai 85.75 92.43
Ahmedabad 86.96 87.57
Rajkot 86.77 87.36
Surat 87.30 87.90
Vadodara 87.00 87.61

(સોર્સ : ગુડ રિટર્ન્સ)

 

Next Article