Petrol-Diesel Price : બંને બળતણ ની કિંમતોમાં લાગી આગ, જાણો તમારા શહેરની કિંમત

|

May 10, 2021 | 10:10 AM

સરકારી તેલ કંપનીઓએ આજે ​​ફરીથી પેટ્રોલ અને ડીઝલ (Petrol-Diesel Price )ના ભાવમાં વધારો કર્યો છે. આજે પેટ્રોલમાં 26 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે જ્યારે ડીઝલ પ્રતિ લિટર 33 પૈસા મોંઘુ થયું છે.

Petrol-Diesel Price : બંને બળતણ ની કિંમતોમાં લાગી  આગ, જાણો  તમારા શહેરની કિંમત
Petrol-diesel prices today

Follow us on

સરકારી તેલ કંપનીઓએ આજે ​​ફરીથી પેટ્રોલ અને ડીઝલ (Petrol-Diesel Price )ના ભાવમાં વધારો કર્યો છે. આજે પેટ્રોલમાં 26 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે જ્યારે ડીઝલ પ્રતિ લિટર 33 પૈસા મોંઘુ થયું છે. બે દિવસ બાદ આજે ફરી ઇંધણ મોંઘુ કરવામાં આવ્યું છે. ગત સપ્તાહે ક્રૂડ ઓઇલ માર્કેટમાં US અને UKમાં ઇંધણના વેચાણ નવા રેકોર્ડ પર છે જેના કારણે ક્રૂડ ઓઇલ માર્કેટને વેગ મળ્યો છે.

પેટ્રોલ 1.16 રૂપિયા મોંઘુ થઈ ગયું છે
છેલ્લા બે મહિનાથી દેશના ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી હતી. તેથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. જોકે ક્રૂડ ઓઇલ સસ્તુ થયા પછી પેટ્રોલ અને ડીઝલના ભાવ ચાર હપ્તામાં ઘટાડવામાં આવ્યા હતા. જેતે સમયે પેટ્રોલ 77 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયું છે. ચૂંટણી પતવા સાથે ક્રૂડના વધતા ભાવની અસર સાથે પેટ્રોલ દરરોજ 1.16 રૂપિયા મોંઘુ થઈ ગયું છે.

ડીઝલના ભાવમાં 1.33 રૂપિયાનો વધારો થયો
ચૂંટણી પંચે 26 ફેબ્રુઆરીએ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. આ પછી, સરકારી તેલ કંપનીઓએ છેલ્લે 27 ફેબ્રુઆરી 2021 ના ​​રોજ ડીઝલના ભાવમાં લિટર દીઠ 17 પૈસા વધારો કર્યો હતો. આ પછી બે મહિનાથી વધુ સમય સુધી તેની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.ચૂંટણી બાદ ડીઝલનો ભાવ હવે માત્ર પાંચ જ દિવસોમાં લિટર દીઠ 1.36 રૂપિયા વધારો થઈ ગયો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જાણો તમારા શહેરનો આજનો ઇંધણનો ભાવ 

City Petrol Diesel
Delhi 91.53 82.06
Kolkata 91.66 84.9
Mumbai 97.86 89.17
Chennai 93.6 86.96
Ahmedabad 88.81 88.54
Rajkot 89.52 89.25
Surat 88.69 88.44
Vadodara 88.42 88.16

Published On - 9:47 am, Mon, 10 May 21

Next Article