Petrol Diesel Price: 29 દિવસ પછી પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયા, જાણો નવા દરો

|

Jan 06, 2021 | 5:12 PM

સતત 29 મા દિવસે પેટ્રોલ અને ડીઝલની સ્થિર કિંમતો બાદ આજે 30માં દિવસે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

Petrol Diesel Price: 29 દિવસ પછી પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયા, જાણો નવા દરો

Follow us on

6 જાન્યુઆરી 2021 પેટ્રોલ ડીઝલની કિંમત
સતત 29 મા દિવસે પેટ્રોલ અને ડીઝલની સ્થિર કિંમતો બાદ આજે 30માં દિવસે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 6 જાન્યુઆરીએ, દિલ્હીમાં ડીઝલનો દર 74.12 રૂપિયા અને પેટ્રોલનો દર રૂ. 83.97 રહ્યો. દેશભરમાં પેટ્રોલના દર 24 થી 26 પૈસા અને ડીઝલના ભાવ 24 થી 27 પૈસા વધારવામાં આવ્યા છે.

ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશનની વેબસાઇટ અનુસાર, દિલ્હી, મુંબઇ, કોલકાતા, જયપુર, નોઈડા, લખનઉ જેવા મોટા શહેરોમાં, 6 જાન્યુઆરીએ ડીઝલ-પેટ્રોલના દર નીચે મુજબ છે …

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

 

 

SMS દ્વારા તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના દર જાણો
તમે તમારા શહેરમાં દરરોજ એસએમએસ દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમત પણ ચકાસી શકો છો. ઇન્ડિયન ઓઇલ (IOC) ઉપભોક્તા RSP <ડીલર કોડ> ને નંબર 9224992249 પર મોકલી શકે છે અને એચપીસીએલ (HPCL) ગ્રાહકો HPPRICE <ડીલર કોડ> ને 9222201122 નંબર પર મોકલી શકે છે.
બીપીસીએલ (BPCL) ગ્રાહકો RSP <ડીલર કોડ> 9223112222 નંબર પર મોકલી શકે છે.

આ રીતે પેટ્રોલ અને ડીઝલનો દર વધે છે
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. જો કેન્દ્ર સરકારની એક્સાઈઝ ડ્યુટી અને રાજ્ય સરકારોના વેટ દૂર કરવામાં આવે તો ડીઝલ અને પેટ્રોલનો દર આશરે 27 રૂપિયા પ્રતિ લીટર થઈ જશે, પરંતુ કેન્દ્ર કે રાજ્ય સરકાર બંને કોઈપણ કિંમતે ટેક્સ પાછો ખેંચી શકતા નથી. કારણ કે આવકનો મોટો હિસ્સો અહીંથી આવે છે. આ નાણાથી વિકાસ થાય છે.

દરરોજ સવારે કિંમતો નક્કી કરવામાં આવે છે
હકીકતમાં, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ સાથે વિદેશી વિનિમય દરના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ભાવની સમીક્ષા કર્યા પછી દરરોજ પેટ્રોલ અને ડીઝલના દર નક્કી કરે છે. ઈન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના દરમાં સુધારો કરે છે.

 

Published On - 5:11 pm, Wed, 6 January 21

Next Article