ભવિષ્યમાં અહીં નહીં નજરે પડે પેટ્રોલ-ડીઝલ કાર, 2035 સુધી વેચાણ પર પ્રતિબંધનો નિર્ણય લેવાયો

|

Oct 29, 2022 | 6:55 AM

યુરોપિયન સંસદે જણાવ્યું હતું કે યુએન ક્લાયમેટ ચેન્જ સમિટ પહેલા કરાર એ સ્પષ્ટ સંકેત છે કે EU તેના આબોહવા કાયદામાં નિર્ધારિત વધુ મહત્વાકાંક્ષી લક્ષ્યો સુધી પહોંચવા માટે નક્કર કાયદો અપનાવવા માટે ગંભીર છે.  ડેટા અનુસાર પરિવહન એ એકમાત્ર ક્ષેત્ર છે જ્યાં છેલ્લા ત્રણ દાયકામાં ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન વધ્યું છે.

ભવિષ્યમાં અહીં નહીં નજરે પડે પેટ્રોલ-ડીઝલ કાર, 2035 સુધી વેચાણ પર પ્રતિબંધનો નિર્ણય લેવાયો
In the year 2022, a total of 42.5 lakh new vehicles were sold in India

Follow us on

વાહનો દ્વારા ફેલાતું પ્રદુષણ આજના સમયમાં સૌથી મોટી ચિંતાનો વિષય બન્યો છે. દરેક દેશ આ સમસ્યાના હલ માટે ટેક્નોલોજીના અપગ્રેડેશન , ઓછું પ્રદુષણ ફેલાવતા ફ્યુલ , ઇલેક્ટ્રિક વહિકલના ઉપયોગ માટે પ્રોત્સાહન જેવા પ્રયાસ કરી રહ્યા છે. યુરોપિયન સંસદ અને યુરોપિયન યુનિયનના સભ્ય દેશોએ 2035 સુધીમાં નવી પેટ્રોલ અને ડીઝલથી ચાલતી કાર અને વાનનાં વેચાણ પર પ્રતિબંધ મૂકવા માટે એક કરાર કર્યો છે. ગુરુવારે રાત્રે યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓ વચ્ચે આ કરાર પર સહમતિ થઈ હતી. ગ્લોબલ વોર્મિંગનું કારણ બને તેવા વાયુઓના ઉત્સર્જનમાં કાપ મૂકવાના લક્ષ્યાંકો હાંસલ કરવા યુરોપિયન કમિશન દ્વારા સ્થાપિત ‘ફીટ ફોર 55’ પેકેજના આ દાયકામાં આ પ્રથમ કરાર છે. સૂત્રો અનુસાર પ્રદુષણ ફેલાવવામાં પેસેન્જર કાર મહત્વની ભૂમિકા ભજવે છે. EU માં રોડ ટ્રાન્સપોર્ટમાંથી થતા કુલ CO ઉત્સર્જનમાં પેસેન્જર કારનો હિસ્સો 61 ટકા છે.

છેલ્લા ત્રણ દાયકામાં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં વધારો થયો

યુરોપિયન સંસદે જણાવ્યું હતું કે યુએન ક્લાયમેટ ચેન્જ સમિટ પહેલા કરાર એ સ્પષ્ટ સંકેત છે કે EU તેના આબોહવા કાયદામાં નિર્ધારિત વધુ મહત્વાકાંક્ષી લક્ષ્યો સુધી પહોંચવા માટે નક્કર કાયદો અપનાવવા માટે ગંભીર છે.  ડેટા અનુસાર પરિવહન એ એકમાત્ર ક્ષેત્ર છે જ્યાં છેલ્લા ત્રણ દાયકામાં ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન વધ્યું છે. 1990 અને 2019 વચ્ચે પરિવહન ઉત્સર્જનમાં 33.5 ટકાનો વધારો થયો છે.

પ્રદુષણ ફેલાવવામાં પેસેન્જર કાર મહત્વની ભૂમિકા ભજવે છે. EU માં રોડ ટ્રાન્સપોર્ટમાંથી થતા કુલ CO ઉત્સર્જનમાં પેસેન્જર કારનો હિસ્સો 61 ટકા છે. યુરોપિયન સંસદની પર્યાવરણ સમિતિના વડા, પાસ્કલ કેનફિનના જણાવ્યા અનુસાર, તે એક ઐતિહાસિક નિર્ણય છે કારણ કે તે પ્રથમ વખત 2025, 2030 અને 2035માં લક્ષ્યાંક સાથે સ્વચ્છ શૂન્ય-કાર્બન ઉત્સર્જન માર્ગને વ્યાખ્યાયિત કરે છે. આ 2050 સુધીમાં આબોહવાને સારી બનાવવાના અમારા લક્ષ્ય સાથે જોડાયેલું છે.

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

મોંઘવારી પર અંકુશ મેળવવા માટે વ્યાજ દરોમાં વધુ એકવાર મોટો વધારો કરાયો

તમને જણાવી દઈએ કે યુરોપિયન સેન્ટ્રલ બેંક (ECB) એ બેકાબૂ મોંઘવારી પર અંકુશ મેળવવા માટે વ્યાજ દરોમાં વધુ એક મોટો વધારો કર્યો છે. ફ્રેન્કફર્ટમાં 25 સભ્યોની વહીવટી પરિષદે એક બેઠકમાં પાછલા મહિનાના રેકોર્ડ વધારાને અનુરૂપ મુખ્ય વ્યાજ દરમાં 0.75 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. યુએસ ફેડરલ રિઝર્વની સાથે સાથે વિશ્વની મુખ્ય સેન્ટ્રલ બેંકોએ ફુગાવાને કાબૂમાં લેવા માટે વ્યાજદરમાં વધારો કરવાનો માર્ગ અપનાવ્યો છે. ECBએ નિવેદનમાં જણાવ્યું હતું કે ફુગાવો ઘણો ઊંચો છે અને લાંબા સમય સુધી લક્ષ્યાંકથી ઉપર રહેશે. ECBએ માત્ર ત્રણ મહિનામાં વ્યાજ દરમાં 2 ટકાનો વધારો કર્યો છે.

Next Article