અમેરિકામાં 2 અઠવાડિયામાં 3 મોટી બેંકો ડૂબી ગઈ, ભારતની બેંકમાં તમારા નાણાં કેટલાં સુરક્ષિત છે?

|

Mar 17, 2023 | 7:40 AM

તમારા બધા ખાતાઓને જોડીને એક જ બેંકમાં ગમે તેટલી રકમ જમા કરવામાં આવે તો પણ તમને માત્ર 5 લાખ રૂપિયાનું વીમા કવચ મળશે. આ રકમમાં મૂળ રકમ અને વ્યાજની રકમ બંનેનો સમાવેશ થાય છે. જો બેંકની નિષ્ફળતાના કિસ્સામાં તમારી મુદ્દલ રકમ 5 લાખ રૂપિયા છે.

અમેરિકામાં 2 અઠવાડિયામાં 3 મોટી બેંકો ડૂબી ગઈ, ભારતની બેંકમાં તમારા નાણાં કેટલાં સુરક્ષિત છે?

Follow us on

અમેરિકન બેંકિંગ સિસ્ટમ આ સમયે એક મોટી કટોકટીનો સામનો કરી રહી છે. અમેરિકામાં 2 અઠવાડિયામાં 3 મોટી બેંકો ડૂબી ગઈ છે. SVB ફાઇનાન્શિયલ ગ્રૂપ અને સિલ્વરગેટ કેપિટલ કોર્પ પછી હવે સિગ્નેચર બેંકને પણ ન્યૂ યોર્ક સ્ટેટ ફાઇનાન્શિયલ રેગ્યુલેટર્સ દ્વારા બંધ કરવામાં આવી છે. જો કે, ફેડરલ રિઝર્વે SVB અને સિગ્નેચર બેંકના થાપણદારોને ખાતરી આપી છે કે તેમની થાપણો સંપૂર્ણપણે સુરક્ષિત છે. ફેડે રાહત આપતા કહ્યું કે બંને બેંકોના થાપણદારો તેમના પૈસા ઉપાડી શકશે.ભારતમાં પણ અણઘડ વહીવટ, કૌભાંડ અને ભ્રષ્ટાચારના કારણે ઘણીવાર બેંકો ડૂલ થવાના અહેવાલ સામે આવે છે. જોકે છેલ્લા ઘણા સમયથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કડક કાર્યવાહી અને દેખરેખ રાખવાનું શરૂ કરતા આ કિસ્સાઓ નહિવત બરાબર સામે આવે છે.

ભારતમાં અગાઉ ઘણી બેંકોની હાલત ખરાબ થઈ છે. અને રિઝર્વ બેંકે નાણાંની લેવડદેવડ પર પ્રતિબંધ મૂક્યો હતો.ભારતમાં સરકારે બેંકમાં રોકાણકારોની થાપણ સુરક્ષિત રાખવા માટે વીમાની વિશેષ વ્યવસ્થા રાખી છે જે બેંક  ડૂલ થવાં કિસ્સામાં પણ તમારી પરસેવાની કમાણી ગુમાવવાના ભયથી રક્ષણ આપે છે.

સરકાર 5 લાખ સુધીની ગેરંટી આપે છે

બેંકના ડૂબવા અથવા નાદારીના કિસ્સામાં ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એટલે કે DICGC જે ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન તરીકે ઓળખાય છે તેના દ્વારા પ્રદાન કરવામાં આવેલ વીમા કવચ થાપણકર્તાને રાહત મળે છે. હવે DICGC હેઠળ વીમા કવચ 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. સરળ ભાષામાં સમજીએ તો જે બેંક એકાઉન્ટમાં તમારા પૈસા જમા છે તે ડૂબી જશે તો તમને 5 લાખ રૂપિયા પાછા મળશે પછી ભલે ખાતામાં જમા રકમ 5 લાખ રૂપિયાથી વધુ હશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ડિપોઝિટ વીમો શું છે?

DICGC કવર તમામ બેંકો માટે ઉપલબ્ધ છે. જો કે, આ સુવિધા માટે નોંધણી કરાવવી પડશે અને વીમા પ્રિમીયમ ચૂકવવું પડશે. DICGC માર્ગદર્શિકા મુજબ, બેંકમાં દરેક થાપણદારને બેંકના લાયસન્સ રદ થયાની તારીખે અથવા મર્જર અથવા પુનઃનિર્માણના દિવસે તેની પાસેની મુદ્દલ અને વ્યાજની રકમ માટે મહત્તમ રૂ. 5 લાખ સુધીનો વીમો લેવામાં આવે છે. આનો અર્થ એ છે કે તમારા બધા ખાતાઓને જોડીને એક જ બેંકમાં ગમે તેટલી રકમ જમા કરવામાં આવે તો પણ તમને માત્ર 5 લાખ રૂપિયાનું વીમા કવચ મળશે. આ રકમમાં મૂળ રકમ અને વ્યાજની રકમ બંનેનો સમાવેશ થાય છે. જો બેંકની નિષ્ફળતાના કિસ્સામાં તમારી મુદ્દલ રકમ 5 લાખ રૂપિયા છે.

Published On - 6:40 am, Fri, 17 March 23

Next Article