કોરોના વાયરસથી બચવા લોકોએ સેનેટાઈઝરથી ધોઈ ચલણીનોટ, સેનેટાઈઝરથી ખરાબ થયેલી 1 લાખ કરોડની ચલણી નોટના RBIમાં લાગ્યા થોકડા

|

Sep 18, 2020 | 9:07 PM

કોરોનEથી બચવા હેન્ડ સેનિટાઇઝરના વારંવાર ઉપયોગ કરવા ઉપર ભાર આપવામાં આવી રહ્યો છે પણ લોકોએ હાથ સેનિટાઇઝ કરવાના સ્થાને હાથમાં આવતી ચલણી નોટો વારંવાર સેનિટાઇઝ કરવા માંડતા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની સમસ્યામાં વધારો થયો છે. કોરોના વાઇરસને નષ્ટ કરવા ચલણી નોટનું સેનિટાઈઝ કરી લોકોએ કુલ 1,11,239 કરોડની કિંમતની નોટ ખરાબ કરી નાખી છે. સેનિટાઇઝ કરેલી […]

કોરોના વાયરસથી બચવા લોકોએ સેનેટાઈઝરથી ધોઈ ચલણીનોટ, સેનેટાઈઝરથી ખરાબ થયેલી 1 લાખ કરોડની ચલણી નોટના RBIમાં લાગ્યા થોકડા

Follow us on

કોરોનEથી બચવા હેન્ડ સેનિટાઇઝરના વારંવાર ઉપયોગ કરવા ઉપર ભાર આપવામાં આવી રહ્યો છે પણ લોકોએ હાથ સેનિટાઇઝ કરવાના સ્થાને હાથમાં આવતી ચલણી નોટો વારંવાર સેનિટાઇઝ કરવા માંડતા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની સમસ્યામાં વધારો થયો છે. કોરોના વાઇરસને નષ્ટ કરવા ચલણી નોટનું સેનિટાઈઝ કરી લોકોએ કુલ 1,11,239 કરોડની કિંમતની નોટ ખરાબ કરી નાખી છે. સેનિટાઇઝ કરેલી નોટની શાહી ફેલાતી હતી તો સ્પ્રે કરી સુકવવાના સ્થાને સીધી નોટ ઉપયોગમાં લેવાથી તે ખરાબ થવા માંડી છે.

 એક માહીતી મુજબ, ચાલુ વર્ષે રૂ. 2000ની 35360 કરોડની 17.68 કરોડ નંગ નોટ,  રૂ. 500ની 8225 કરોડ કિંમતની 16.45 કરોડ નંગ નોટ,રૂ. 200ની 636 કરોડ કિંમતની 3.18 કરોડ નંગ નોટ , રૂ.100ની 44793 કરોડ કિંમતની 447.93 કરોડ નંગ નોટ ખરાબ થવાથી નિકાલની પ્રક્રિયા માટે આરબીઆઈમાં મોકલાઈ છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો


અધધ કહી શકાય તેટલી નોટ ખરાબ થતા આરબીઆઈ સામે પણ મોટી સમસ્યા ઉભી થઇ છે હજારોની સામે કરોડોની સંખ્યામાં ખરાબ નોટ પહોંચતા નિકાલ સહિતની સમસ્યાઓ ઉભી થઇ છે. કોરોનાએ અર્થતંત્રની તો પાયમાલી કરી જ છે પણ અર્થતંત્રના ચલણને પણ બરબાદ કરવા માંડયો હોવાનું ખરાબ થયેલી ચલણી નોટોની સંખ્યા ઉપરથી લાગી રહ્યું છે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:16 am, Tue, 8 September 20

Next Article