AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Penna Cement IPO : વધુ એક સિમેન્ટ કંપની લાવી રહી છે રોકાણ માટેની તક, જાણો કંપની વિશે વિગતવાર

આ વર્ષે ઘણી કંપનીઓએ પ્રાઈમરી માર્કેટમાંથી ભંડોળ એકત્ર કરવા અને શેર બજારમાં પ્રવેશ કરવા માટે IPOનો આશરો લીધો છે.

Penna Cement IPO : વધુ એક સિમેન્ટ કંપની લાવી રહી છે રોકાણ માટેની તક, જાણો કંપની વિશે વિગતવાર
Penna Cement IPO
| Updated on: May 15, 2021 | 9:55 AM
Share

આ વર્ષે ઘણી કંપનીઓએ પ્રાઈમરી માર્કેટમાંથી ભંડોળ એકત્ર કરવા અને શેર બજારમાં પ્રવેશ કરવા માટે IPOનો આશરો લીધો છે. સિમેન્ટની વધુ એક કંપની શેરબજારમાં પ્રવેશવા તૈયાર છે. હૈદરાબાદ સ્થિત સિમેન્ટ કંપની પેન્ના સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ (Penna Cement Industries) ટૂંક સમયમાં IPO લાવી રહી છે.

પેન્ના સિમેન્ટે 1550 કરોડ રૂપિયા એકત્ર કરવા માટે માર્કેટ રેગ્યુલેટર SEBI સમક્ષ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) નો ડ્રાફ્ટ સબમિટ કર્યો છે. આ અગાઉતાજેતરમાં નિરમા ગ્રુપની સિમેન્ટ કંપની Nuvoco Vistas Corp. Ltdએ 6 મેના રોજ 5000 કરોડના આઈપીઓ માટે અરજી કરી છે. પેન્ના સિમેન્ટ તેના સૂચિત આઇપીઓમાં 1,300 કરોડના નવા શેર જારી કરશે જ્યારે કંપનીના પ્રમોટરો વેચાણ માટેની ઓફર દ્વારા 250 કરોડ રૂપિયાના શેર વેચશે.

કંપની 550 કરોડ રૂપિયાથી દેવું ચૂકવશે પેન્ના સિમેન્ટ આ આઈપીઓ દ્વારા એકત્ર કરેલા ભંડોળમાંથી 550 કરોડનો દેવું ચૂકવવા ઉપયોગ કરશે. 31 માર્ચ 2021 સુધીમાં કંપનીનું 1,548.87 કરોડ રૂપિયાનું દેવું હતું.બીજી તરફ કંપની તેના KP Line II projects માં મૂડી ખર્ચ માટેના ભંડોળ માટે રૂ 105 કરોડનો ઉપયોગ કરશે. આ ઉપરાંત Talaricheruvuમાં કંપનીની રો ગ્રાઇન્ડિંગ અને સિમેન્ટ મિલને અપગ્રેડ કરવા માટે 80 કરોડ રૂપિયાનો ઉપયોગ થશે. અહીં WHR Plant સ્થાપવા માટે 110 કરોડ ખર્ચ થશે અને કંપની ટંડુમાં WHR Plant સ્થાપવા માટે 130 કરોડ ખર્ચ કરશે.

નાણાકીય વર્ષ 2021 માં કંપનીની કુલ આવકના 2,599.35 કરોડ રૂપિયા નાણાકીય વર્ષ 2021 માં કંપનીની કુલ આવક 2,599.35 કરોડ રૂપિયા રહી હતી. નાણાકીય વર્ષ 2020 માં તે ફક્ત 2,176.25 કરોડ રૂપિયા હતી. આ સમયગાળા દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો રૂ 152.07 કરોડ રહ્યો છે જે એક વર્ષ અગાઉ ફક્ત 23.02 કરોડ રૂપિયા હતો. પેન્ના સિમેન્ટ દેશની ટોચની ખાનગી સિમેન્ટ કંપનીઓમાં શામેલ છે.

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">